આમ જુવો તો અહીંયા કોઈ કોઈને કોઈની પડી નથી,
બીજાના માટે તો શું,પોતાના માટે પણ એક ઘડી નથી.
મશગુલ છે સહુ પોત પોતાની મસ્તીમાં મદમસ્ત થઈ,
કોણ હસે છે,કોણ રડે છે એવી ફિકર કોઈ નડી નથી.
સતત જાગતું રહે છે,સતત ધબકતું રહે છે આ શહેર,
નિરાંતની એક પળ પણ હજુ ક્યાંય કોઈને જડી નથી.
ત્રસ્ત છે,થોડી મસ્ત છે જિંદગી થોડી અસ્તવ્યસ્ત છે,
શોધે છે સમાધાન સમસ્યાઓનું જેની કોઈ કડી નથી.
ભૂખ્યા,નગ્ન બાળકો ને સરેઆમ લૂંટાતી આબરૂ વચ્ચે,
હ્રદય દ્રાવક દૃશ્યો જોઈને પણ આંખ કોઈની રડી નથી.
સાવ ગંધાતા, સડેલા વિચારો સાથે રખડે છે માણસો,
સુતા છે ભારેલા અગ્નિ પર,પણ ઊંઘ કોઈની ઉડી નથી.
“મિત્ર” ખદબદે છે ગટરના કીડા જેમ વસ્તી અહી બધી,
શબો ફરે છે આ શહેરમાં, લાશો ભલે કોઈની સડી નથી.
વિનોદ સોલંકી ” મિત્ર “. લખતર