નામ : ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી
જન્મ : 20- ઓગસ્ટ- 1932 -પાલનપુર
કુટુંબ : પત્ની – બકુલા– પુત્રી – રીવા
અભ્યાસ : એમ.એ., એલ.એલ.બી.
વ્યવસાય : વેપાર, અધ્યાપન, પત્રકાર – યુવાન વયે
જીવન ઝરમર
આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યના બેતાજ બાદશાહ-19 વર્ષની નાની ઉમ્મરે કોઇ જાતની ઓળખાણ વગર અને કલકત્તામાં રહ્યા છતાં, ‘કુમાર’ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત માસિકમાં પ્રથમ વાર્તા છપાઇ�
સાહિત્ય પરિષદનો ઇલ્કાબ ન સ્વીકારનાર વિરલ વ્યક્તિ
મુંબાઇ યુનિ. માં વર્ષો સુધી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક
સેન્ટ ઝેવીયર્સ કોલેજ, મુંબાઇના આચાર્ય
થોડાક સમય માટે મુંબાઇના શેરીફ
‘પેરેલીસીસ’ નો 19 ભાષાઓમાં અનુવાદ થયેલો છે.
દેશ- વિદેશમાં ખૂબ વંચાતા, અનેક દૈનિક અને માસિકોમાં બહુ જ લોકપ્રિય, કટાર લેખક
મરણોત્તર પણ તેમનાં લખાણો હજુ છપાતાં રહે છે.
કૃતિઓ – 185 થી વધુ
નવલકથા – પડઘા ડૂબી ગયા, રોમા, એકલતાના કિનારા, આકાર,
એક અને એક, જાતકકથા, હનીમૂન, અયનવૃત, અતીતવન, ઝિન્દાની, લગ્નની આગલી રાત્રે, સુરખાબ, આકાશે કહ્યું, રીફ મરીના, યાત્રાનો અંત, દિશાતરંગ, બાકી રાત, હથેળી પર બાદબાકી , હું કોનારક શાહ, વંશ, લીલી નસોમાં પાનખર, પ્રિય નીકી, પેરેલિસિસ
નવલિકા – પ્યાર, એક સાંજની મુલાકાત, મીરાં, મશાલ, બક્ષીની વાર્તાઓ, પશ્વિમ, આજની સોનિયેત વાર્તાઓ
નાટક – જયુથિકા, પરાજય
આત્મકથા – બક્ષીનામા ( ત્રણ ભાગ )
ઇતિહાસ – અનુસંધાન, આભંગ, તવારીખ, પિકનિક, વાતાયન, સ્પીડબ્રેકર,ક્લોઝ અપ
નિબંધ – ચંદ્રકાન્ત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો
જ્ઞાન વિજ્ઞાન – જ્ઞાન વિજ્ઞાન, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, સમાજ, ગુજરાતી ભાષા અને સાહિત્ય, સ્ત્રી, રમતગમત, પત્રકારત્વ અને માધ્યમો, વિવિધા, દેશ વિદેશ, આનંદ રમૂજ
અવસાન : 25- માર્ચ- 2006- અમદાવાદ