મહા વદ ચૌદશ
મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર આવે છે.
આ તહેવાર રાત્રિએ જ ઉજવાય છે. તેમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે,સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. કારણ કે બંને શિવના જ પ્રતિક છે.
ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ છે કારણ કે તે ભોળા છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય હે અને તેમની કૃપા મેળવવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. એક મત એવો પણ છે કે ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવમાંથી ૐ ની ઉત્પત્તિ થઈ છે. આથી ઓમકારનું ઉચ્ચારણ અને સ્મરણ ભગવાન શિવની જ પૂજા કહેવાય છે.
મહાશિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતિના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી તેમના માતા-પિતા શિવ-પાર્વતીનો મહિમા ગાય છે.રાત્રિનું જાગરણનું રહસ્ય એ છે કે શિવનાં વર્તમાન અવતરણ સમયે આપણે આપણી આત્માની જ્યોતિ જગાવીએ. અને ઉપવાસ રાખી મન બુદ્ધિથી પરમાત્માની સમીપ રહીએ. શિવલિંગ પર ત્રણ રેખાઓ શિવનાં ત્રણ કર્તવ્ય જેવાં કે સ્થાપના, પાલન અને વિનાશના પ્રતિક છે. શિવલિંગ પર રખાતો કળશ જે માનવીય બુદ્ધિનું પ્રતિક છે અને તેમાં ભરેલું જળ પરમાત્મા પ્રતિ સંકલ્પનું પ્રતિક છે.
શિવના મૂળમાંથી સૌપ્રથમ \”ૐ\” ઓંકાર પ્રગટ થયો હોવાથી આપે દરરોજ ઓંકારનું નિરંતર સ્મરણ કરવાથી શિવજીનું જ સ્મરણ થાય છે.તેમ સમજવું જોઈએ.