આંતરજગતનો ઊધાડ કેમ થતો નથી?
* દઢ નિશ્ચયના અભાવને લીધે.
* આધ્યાત્મિકમાર્ગે પદારોપણ કરવાની નિશ્ચયની ખામીને લીધે.
* ઉત્કટ વ્યાકુળતા નથી જન્મતી એટલે.
* છીછરી ભુમિકાએ જ રમવાની મનને-ચિત્તને આદત પડી ગઈ છે એટલે.
* અસ્થિર મનથી વસ્તુના હાર્દ સુધી પહોચી શકતું નથી એટલે.
* અસ્વસ્થ મનથી મનુષ્ય ઊંડી અનુભુતિ કરી શકતો નથી એ કારણે.
* મનુષ્ય નિરુત્સાહી અને શુષ્ક હોય અને બહારથી ઉત્સાહ મેળવવા ફાંફાં મારતો હોય તો કયાંથી ઉધાડ થાય?