આ જગતમાં અહંકાર જ સર્વ અનિષ્ટનું કારણ છે આ બ્રહ્માંડની ઉત્પતિ પણ અહંકારથી જ થઈ છે એમ શાસ્ત્રોમાં લખ્યુ છે જેમ કડુ અને કુડલમાં સોનું હોય છે તેમ અહંકારથી જન્મેલા આ જગતમાં અહંકાર કાયમ રહે છે ક્રોધ,લોભ અને મોહ અહંકારથી જન્મે છે અને તે હરકોઈ દેહધારી મનુષ્યને છોડતો નથી. આ જગતમાં જે મનુષ્યે અહંકાર જીત્યો તે ધન્યે છે અહંકારથી મનુષ્ય પોતાનું જીવ્વન તહેશનહેશ કરી નાખે છે અહંકાર રુપી મનુષ્યને પોતાના હિત- અહિતનું ભાન રહેતું નથી તેનામાં તેનો અહંકાર એટલો બધો વધારે પડતો હોય છે કે તેને જ્ઞાની પુરુષોની વાતો માન્યમાં રહેતી નથી પોતાના વિચારો,પોતાનું કાર્ય શ્રેષ્ઠ છે તેમે માનવા લાગે છે જગતનો મનુષ્ય તેને તુચ્છ લાગે છે અહંકાર જયારે મનુષ્યને સ્પર્શે છે ત્યારે શરુઆતમાં તે ધ્યાનથી જુએ અને તેની પહેચાન કરી શકે તો તે મહાન જ્ઞાની મનુષ્ય બને છે પરંતુ જેમ અહંકાર મનુષ્યને સ્પર્શતો જાય તેમ તેમ તેનો વિનાશનો માર્ગ મોકળો બનતો જાય છે
જ્ઞાની મનુષ્યને જેમ મુખમુદ્રા પર તેની તેજોમય પ્રકૃતિ દેખાતી હોય છે તેમ અહંકાર મનુષ્યને મુખ પર તેના મનુષ્યનેની નિશાની દેખાતી હોય છે
આત્મવિશ્વાસ અને અહંકાર બંને અલગ બાબત છે આત્મવિશ્વાસથી મનુષ્ય પોતાના ધ્વેયને પ્રાપ્ત કરે છે અહંકારથી પ્રાપ્ત કરેલા ધ્વેયનો નાશ કરે છે