અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૦
યદક્ષરં વેદવિદો વદન્તિ
વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ
તત્તે પદં સઙ્ગ્રહેણ પ્રવક્ષ્યે ॥ ૧૧॥
ગુજરાતી ભાષાંન્તર : વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.॥ ૧૧॥
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ ।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥ ૧૨॥
ગુજરાતી ભાષાંન્તર : જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના મધ્યભાગમાં
પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.॥ ૧૨॥
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ ।
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ॥૧૩॥
ગુજરાતી ભાષાંન્તર : બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પામેછે.॥૧૩॥
અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ॥૧૪॥
ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે ,
તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.॥૧૪॥
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ ।
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ॥૧૫॥
ગુજરાતી ભાષાંન્તર : એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી.॥૧૫॥
આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન ।
મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ॥૧૬॥
ગુજરાતી ભાષાંન્તર : હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.
પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.॥૧૬॥
સહસ્રયુગપર્યન્તમહર્યદ્ બ્રહ્મણો વિદુઃ ।
રાત્રિં યુગસહસ્રાન્તાં તેઽહોરાત્રવિદો જનાઃ ॥ ૧૭॥
ગુજરાતી ભાષાંન્તર : કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી
તેટલા જ સમય ની રાત્રિ આવે છે. આ વાત રાત્રિ-દિવસને જાણનારા મનુષ્યો જ જાણે છે.॥ ૧૭॥
અવ્યક્તાદ્ વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે ।
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે ॥-૧૮॥
ગુજરાતી ભાષાંન્તર : દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે.
અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લય પામે છે.॥-૧૮॥
ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે ।
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ॥ ૧૯॥
ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે અને રાત્રિ આવતાં લય પામે છે. અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.॥ ૧૯॥
પરસ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ ।
યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ ॥ ૨૦॥
ગુજરાતી ભાષાંન્તર : સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી,
એ,તે અવ્યક્તથી પર, ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.॥ ૨૦॥