અષ્ટમ અધ્યાય: અક્ષરબ્રહ્મયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ |
કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ ।
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥ ૧॥
ગુજરાતી ભાષાંન્તર : અર્જુન કહે : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?॥ ૧॥
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન ।
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥ ૨॥
ગુજરાતી ભાષાંન્તર : હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે ,એવો યોગી મરણ સમયે તમને કેવીરીતે જાણે છે ? ॥ ૨॥
શ્રીભગવાનુવાચ ।
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે ।
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ ॥ ૩॥
ગુજરાતી ભાષાંન્તર : શ્રી ભગવાન કહે છે : બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે.
પ્રાણીની ઉત્પતિ ને લીધે જે વિસર્ગ, દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન, તેને કર્મ કહે છે.॥ ૩॥
અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ ।
અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર ॥૪॥
ગુજરાતી ભાષાંન્તર : હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે.
આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.॥૪॥
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ ।
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥ ૫॥
ગુજરાતી ભાષાંન્તર : વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે,
તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.॥ ૫॥
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥ ૬॥
ગુજરાતી ભાષાંન્તર : અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે, તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.॥ ૬॥
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયઃ ॥ ૭॥
ગુજરાતી ભાષાંન્તર : માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર, એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી. ॥ ૭॥
અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના ।
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ॥ ૮॥
ગુજરાતી ભાષાંન્તર : હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે, તે તેજોમય પુરુષમાં મળી જાય છે. ॥ ૮॥
કવિં પુરાણમનુશાસિતાર-
મણોરણીયંસમનુસ્મરેદ્યઃ ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ-
માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ॥ ૯॥
ગુજરાતી ભાષાંન્તર : સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરેછે.॥ ૯॥
પ્રયાણકાલે મનસાઽચલેન
ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્
સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥ ૧૦॥
ગુજરાતી ભાષાંન્તર : અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને
ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે ,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.॥ ૧૦॥