અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું.
* સત્સંગ,
* આંતરસુઝ.
* નામસ્મરણ.
* સત્યને પામવાની તાલાવેલી.
અંદરથી ઊજળો કોણ બની શકે ?
* જે તત્વમાં લીન રહે તે.
* જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે.
-ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું.
સત્,ચિત,આનંદ કોને કહેવો.?
* ત્રણેય કાળામાં જે અબાધિત છે,સંગત છે, શિસ્ત છે,તે સત છે.
એનો ઉદય કે અસ્ત નથી.
* ત્રણેય કાળમાં જે સર્વને જાણે છે જેને અજ્ઞાન કે માય સ્પર્શી શકતા નથીજેનો ખ્યાલ બહાર કાઈ નથી તે ચિત છે.
* ત્રણેયકઆળમાં જે નિરંતર પ્રેમનો વિષય છે જેને દુઃખ કે સંતોષનો ભય નહ્તી તે આનંદ છે.
સત્,તત્વ એક છે તો આટલી વિવિધતા કેમ ?
* સત તત્વની પ્રતીતી થતી નથી ત્યાં સુધી વિવિધતા દેખાય છે.
* વિચારની અસ્પૃશયતાને કારણે ભ્રાન્તિ થાય છે અને ભ્રાન્તિ વિવિધતા સર્જે છે વિચારની પૂરેપુરી સ્પષ્ટતા થતાં એકનું ભાન થાય છે.અને વિવિધતામાં એકતાનું દર્શન થાય છે.
મનને કારણેિધતા જોવા મળે છે.