શરદ-પૂર્ણીમા

શરદ-પૂર્ણીમા
શરદ પૂર્ણિમા કે શરદપૂનમ આસો સુદ પૂનમની રાતે આવે છે. આ દિવસે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. લોકો તેના શીતળ પ્રકાશમાં તેનું મોહક રૂપ જોઈને વિહરે છે. લોકો ચોખાના પૌઆ દૂધ સાથે ખાય છે. આ રાત્રીએ દૂધ, પૌઆ, સાકર, ચંદ્ર, તેની ચાંદની વગેરે તમામ વસ્‍તુ શ્વેતરંગી હોય છે. આ આહલાદક વાતાવરમાં લોકો ખુબજ આનંદિત થઈ જાય છે અને ગરબા પણ ગાય છે. આ રાત્રે લોકો લક્ષ્‍મીનું પણ પૂજન કરે છે અને તે મેળવવા જાગરણ પણ કરે છે. અહિં લક્ષ્‍મી એટલે માત્ર ધનસંપત્તિ નહિ પરંતુ તેમાં સૌદર્ય લક્ષ્‍મી ગુણ લક્ષ્‍મી તેમજ ભાવ લક્ષ્‍મીનો પણ સમાવેશ થઈ જાય છે. આ બધી લક્ષ્‍મીઓ મેળવાવ માટે આપણે જાગતા એટલે કે જાગૃત રહેવું જરૂરી છે. આમાં આળસુ થઈએ કે ઉંઘવા માંડી તો તે પ્રાપ્‍ત થતી નથી. તેથી લોકો શરદ પૂનમની રાત્રે ચંદ્ર્ને સંગ જાગરણ કરે છે, આ તેનો મહિમા છે.
અહિં હકિકતમાં બૌધ્ધિક અને માનસિક જાગૃતિ કેળવવાનું જણાવાયું છે. તે આપણે કોઈપણ કાર્યપૂર્ણ માનસિક રીતે સતેજ થઈને અને બૌધ્ધિક રીતે જાગૃત થઈને ન કરીએ તો દેખિતું છે કે આપણને સફળતા પ્રાપ્‍ત ન થાય અને લક્ષ્‍મી પ્રાપ્‍ત ન થાય.
આ દિવસે ચંદ્ર્નો અર્થાત સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિનો શાંતિનો મહિમા ગાવામાં આવ્‍યો છે. આ બધુ જીવનને ઉલ્‍લાસમય બનાવવા માટે જરૂરી છે. તો જ મહાપુરૂષોમાં પણ જોવા મળે છે. અને તે દર્શાવવા માટે તેઓના નામની પાછળ ચંદ્ર્ લગાડી દઈએ છીએ. જેમકે કૃષ્‍ણચંદ્ર્, રામચંદ્ર્ વગેરે અર્થાત આ વિભૂતિઓ ચંદ્ર જેવી સુંદરતા, શીતળતા, શાંત સ્‍વભાવ પણ ધરાવે છે. ચંદ્ર્ પોતાનામાં રહેલા આ ગુણોને કારણે મહાન બન્‍યો છે. ભગવદ્ ગીતામાં ખુદ કૃષ્‍ણે ચંદ્રને વિભૂતિ તરીકે નવાજેલ છે. કવિઓ કવિતાઓ લખવા માટે ખાસ પૂનમની રાતે ચાંદનીમાં વિહરતા હોવાના ઉદાહરણો જોવા મળે છે. ચંદ્ર્ના શાંત, આહલાદક શિતળ વાતાવરણમાં તેઓને કવિતા લખવાની પ્રેરણા મળે છે. કવિઓએ સુંદર પુરૂષને ચંદ્રવદન અને સુંદર સ્‍ત્રીને ચંદ્રમુખી તરીકે વણર્વેલ છે. ચંદ્રને જોઈને સાગર પોતાનો ઉત્‍સાહ કાબૂમાં રાખી શકતો નથી એટલે જ પ્રેમીઓએ ચાંદની રાતને નૌકાવિહાર માટે પસંદ કરી હશે, ચંદ્ર અને સાગર બંનેના આનંદમાં પોતે લીન થઈ શકે. ચંદ્રના આવા મહાન ગુણોને કારણે ખુદ શિવશંકરે પોતાના મસ્‍તકની આભામાં સ્‍થાન આપ્‍યું છે. ચંદ્રને શાંત શિતળ પ્રકાશ માત્ર માણસને જ નહિ વનસ્‍પતિ, ઔષધિઓની વૃધ્ધિ માટે પણ ઘણો જ ઉપ્‍યોગી છે. આવો શ્રેષ્‍ઠ મહિમા ધરાવતા ચંદ્રના સાંનિધ્‍યમાં આપ્‍ણે શરદ પૂનમ આનંદથી પસાર કરીએ, તેના ગુણો આપણા જીવનમાં આત્‍મસાત્ કરી આપણું જીવન આનંદથી તેમજ શાંતિપુર્વક પસાર કરીએ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors