વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:સંત સુરદાસ યોજના
સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
ગરીબ એટલે જેની આવક કમાવવાની ક્ષમતા સાવ ઓછી છે. શૈક્ષણિક, સામાજિક, રાજકીય રીતે પણ ક્ષમતા નહીં હોવાથી તે ગરીબ જ રહે છે. આ ગરીબોને મદદ કરવી, સહારો આપવો અને તે માટે પુરતી સહાય આપવી એ રાજ્યની ફરજ છે. કારણ કે આધુનિક રાજ્ય કલ્યાણ રાજ્યના ખ્યાલને વહેલું છે. દેશના છેલ્લામાં છેલ્લા માનવીનું મહત્તમ કલ્યાણ થાય તે જોવાની રાજ્યની અને તેના પ્રતિનિધિસ્વરૃપ સરકારની ફરજ છે. આથી સરકારે ગરીબો , વંચિતો, નિઃસહાય લોકો માટે કલ્યાણલક્ષી યોજનાઓ ઘડીને તેનો અમલ કરે છે. તેમાં કાયમ માટે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અહીં કેટલીક યોજનાઓ અને તેના લાભો કેમ મેળવી શકાય તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે.
સંત સુરદાસ યોજનાઃ
રૂ. ૨૦૦ ક્૩ ૪૦૦ કોઈપણ જાતની અપંગતા ૭૫% હોય ૧ થી ૪૪ વર્ષના અપંગ હોય તેને મળે.(અંધ પેન્શન-મંદ બુધ્ધિ પેન્શન- અપંગ પેન્શન) અંધ ૧૦૦%હોય તેને મળે છે.
૧, ઉંમરનો દાખલો.
૨, ૭૫% લખેલ ડોકટર સર્ટી.
૩,ઓળખ કાર્ડ(બસ મુસાફરીની ઝેરોક્ષ)
૪,બે ફોટા.
૫,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૬,સોગંધનામું
૭,ઊંમર ૧ થી ૪૪ હોવી જોઈએ.
૮,વંશ પેઢીનું નામ આપવું.
સંત સુરદાસ યોજના હેઠળ વ્યક્તિ પોતાનું ઓળખકાર્ડ બતાવવા માટેનુ અરજી વિશેનું ફોર્મ
http://valsaddp.gujarat.gov.in/valsad/download/aarji-patrako/163.pdf