વટાણાની કચોરી
સામગ્રી-
૧-વટાણા-૧ વાડકી
૨-મેંદો-૨ વાડકી
૩-મીઠું-સ્વાદ મુજબ
૪-હળદર-૧/૪ ચમચી
૫-લીલા મરચા,આદુ,લસણની પેસ્ટ-૧ ચમચી
૬-લાલ મરચું પાવડર-૧/૪ચમચી
૭-ગરમ મસાલો-૧/૨ ચમચી
૮-હીંગ-ચપટી
૯-વળિયારી પાવડર-૧ ચમચી
૧૦-ધાણાજીરૂ-૧/૨ ચમચી
૧૧-મોણ માટે અને તળવા માટે તેલ
૧૨-બારીક સમારેલી કોથમીર-૨ ચમચા
રીત–
-વટાણાને અધકચરા વાટી લો
-કઢાઇમાં થોડું તેલ મૂકી, હીંગ નાંખી, વટાણાના પલ્પને વઘારો.
-તેમાં બધો જ મસાલો નાંખો.
-થોડું પાણી છાંટી ધીમે તાપે ચઢવા દો.
-બધું જ પાણી બળી જાય એટલે કઢાઇ નીચે ઉતારી પલ્પને ઠરવા દો.
-તેના નાના ગોળા વાળી લો
-હવે મેંદામાં થોડું મીઠું અને મુઠી પડતું મોણ નાંખી કઠણ લોટ બાંધો.
-લોટને કપડું ઢાંકી ૧ કલાક મૂકી રાખો.
-હવે તેને કુણવી, વટાણાના ગોળા જેટલા જ (સંખ્યામાં૦લુવા બનાવી, તેમાંથી પુરી વણૉ.
-તેની પર વટાનાનો ગોળો મૂકી, કચોરી વાળી લો.
-તેને દબાવી ચપટી બનાવો.
-કઢાઇમાં તેલ ગરમ કરી, મધ્યમ આંચે ગુલાબી રંગની તળો.
-લીલી ચટણી, ખજૂર આંબલીની ચટણી, કે ટમેટો કેચઅપ સાથે, કાંદા સાથે ગરમ ગરમ પીરસો.