લોનાર તળાવ-મહારાષ્ટ્ર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
પૃથ્વી પર તળાવ એ પાણીનો કુદરતી સંગ્રહ છે. જમીનની સપાટી પર ઊંડા ખાડા હોય ત્યાં તળાવ સર્જાય છે. તળાવમાં નદી કે ઝરણાનું પાણી સંગ્રહ થતું હોય છે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાર સરોવર અનોખું છે.લાખો વર્ષ પહેલા પૃથ્વી પર કોઈ મોટો અવકાશી પદાર્થ પડવાથી ઊંડો ખાડો પડયો. આ ખાડો ચોકસાઈપૂર્વક ગોળાકાર બનેલો અને આ તળાવ બન્યું. મહારાષ્ટ્રના બુલદાન જિલ્લામાં લોનાર સરોવર આવેલું છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમુદ્રની સપાટીથી 1200 મીટર ઉંચાઈ પર આવેલું લોનાર તળાવ ભારતનું ખારા પાણીનું છે.લોનાર સરોવરથી આશરે 700 મીટરને અંતરે આકાર અને લક્ષણોમાં તેને આબેહૂબ મળતું આવતું, તેનાથી નાના કદનું બીજું એક ગોળાકાર ગર્ત પણ આવેલું છે. તે લઘુ લોનાર અથવા આંબેર સરોવર નામથી ઓળખાય છે સરોવર મહત્તમ 150 મીટરની ઊંડાઈવાળું અને 1,600 મીટરના વ્યાસવાળું છે. તેની બાહ્ય કિનારી આજુબાજુના ભાગ કરતાં 20 મીટર જેટલી ઊંચી છે. તેની બધી બાજુઓ બેસાલ્ટના ખડકોથી બનેલી છે.