રતિલાલ બોરીસાગર:હાસ્યલેખક, નિબંધકાર

રતિલાલ બોરીસાગર:હાસ્યલેખક, નિબંધકાર

રતિલાલ બોરીસાગર

જન્મ :    એકત્રીસમી ઓગસ્ટ, ૧૯૩૮
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો.

 

 પરિચયઃ
બોરીસાગર રતિલાલ મોહનલાલ (૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી.

લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાનો હાસ્યાર્થે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતર મુક્ત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુક્ત છે. એમણે કેટલાક ગંભીર નિબંધો આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors