૧ કપ ઘઉં નો લોટ ૧ કપ મેંદો ૨ ટી.સ્પૂન સોયાબીન નો લોટ ૨ ટેબ.સ્પૂન છીણેલી ડુંગળી ૨ ટેબ.સ્પૂન છીણેલી કોબીજ ૨ ટેબ.સ્પૂન છીણેલું ગાજર ૧ ટી.સ્પૂન કસૂરી મેથી ૨ થી ૩ લીલા મરચા ક્રશ કરેલા ૧ નાનો ટુકડો આદુ ક્રશ કરેલું સ્વાદ પ્રમાણે મીઠું ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ૨ ટેબ.સ્પૂન મોળું દહીં શેલો ફ્રાય કરવા માટે તેલ બટર ઉપર થી મુકવા માટે
વલોવી ને મીઠું મરચું છાંટેલું દહીં લીલી ચટણી
સૌ પ્રથમ ડુંગળી,કોબીજ,ગાજર,કસૂરી મેથી, દહીં અને તેલ મિક્સ કરી મસળી ૧ મિનીટ માટે રાખી મુકો.ત્યારબાદ તેમાં બધા લોટ કોથમીર,મરચા અને આદુ ઉમેરી મિક્સ કરી ફરી ૨ મિનીટ માટે રહેવા દો. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી પરોઠા નો લોટ બાંધો . લોટ ને ૨ મિનીટ માટે ઢાંકી ને રાખો ત્યારબાદ તેમાંથી પરોઠા વણી લો .જરૂર જણાય તો ચોખા ના લોટ નું ઓટામણ લઇ વણો.તવી પર તેલ કે બટર લગાવી બદામી રંગ ના શેકી લો.પીરસતા પહેલા ઉપર થોડું બટર મુકો.ગરમ ગરમ પરોઠા લીલી ચટણી અને દહીં સાથે પીરસો.