મહાન વ્‍યકિતઓની વિશેષતાઓ

નં. વ્‍યકિત તેમના કાર્યો
૧. ગાંધીજી અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો વગેરે અહિંસક આંદોલનો દ્વારા ભારતને આઝાદી અપાવી
૨. અલિભાઇઓ ખિલાફત આંદોલન ચલાવ્‍યું
૩. અશોક મહેતા પારડી સત્‍યાગ્રહમાં નેતાગીરી સંભાળી
૪. એની બેસન્‍ટ થિયૉસોફીકલ સોસાયટીની સ્‍થાપના કરી અને હોમરૂલ આંદોલનના નેતા રહ્યાં
૫. એ.ઓ. હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્‍થાપના કરી
૬. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્‍નની હિમાયત કરી
૭. કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનની સ્‍થાપના કરી
૮. ડૉ. કેશવ બ. હેડગેવાર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની સ્‍થાપના કરી
૯. ગોપાળકૃષ્‍ણ ગોખલે સર્વન્‍ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્‍થાપાના કરી
૧૦. ભિક્ષુ અખંડઆનંદ ગુજરાતમાં સસ્‍તું સાહિત્‍યની સ્‍થાપના કરી
૧૧. જયપ્રકાશ નારાયણ ભારતમાં સમાજવાદની વિચારસરણીનો ફેલાવો કર્યો
૧૨. જવાહરલાલ નેહરુ બિનજોડાણવાદી નીતિ અમલમાં મૂકી
૧૩. જીવરાજ મહેતા ગુજરાતમાં દ્વિલક્ષી વેચાણવેરો દાખલ કર્યો
૧૪. જે.બી. કૃપલાની પ્રજાસમાજવાદી પક્ષની સ્‍થાપના કરી
૧૫. જસ્ટિસ રાનડે પ્રાર્થના સમાજની સ્‍થાપના કરી
૧૬. ઠક્કર બાપા હરિજનો માટેનાં સેવાકાર્યો કર્યા
૧૭. જનરલ ડાયર અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી
૧૮. ડૉ. આંબેડકર ભારતનું બંધારણ ઘડવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું
૧૯. જે.આર.ડી. તાતા ભારતમાં પોલાદ ઉદ્યોગની સ્‍થાપના કરી
૨૦. ડૉ. હાર્ડિકર કૉંગ્રેસ સેવાદળની સ્‍થાપના કરી
૨૧. શેરપા તેનસિંગ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરનાર પ્રથમ ભારતીય
૨૨. દયાનંદ સરસ્‍વતી આર્યસમાજની સ્‍થાપના કરી
૨૩. ઘોંડો કેશવ કર્વે ભારતમાં મહિલા યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૨૪. ગુલઝારીલાલ નંદા સદાચાર સમિતિની સ્‍થાપના કરી
૨૫. પોટ્ટી રામુલ્‍લુ આંધ્ર પ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર
૨૬. ફાર્બસ સાહેબ ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્‍થાપના કરી
૨૭. ભુલાભાઇ દેસાઇ લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ
૨૮. મદનમોહન માલવિયા હિન્‍દુ યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૨૯. મહંમદ અલી ઝીણા અલગ પાકિસ્‍તાનની માગણી કરી
૩૦. મૉન્‍ટેગ્‍યુ ચૅમ્‍સફર્ડ દ્વિગૃહી ધારાસભા શરૂ કરનાર
૩૧. મોર્લે મિન્‍ટો લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરી
૩૨. માસ્‍ટર તારાસિંગ અકાલી દળની સ્‍થાપના કરી
૩૩. રવીન્‍દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્‍થાપના કરી
૩૪. રાજા રામમોહનરાય બ્રહ્મોસમાજની સ્‍થાપના કરી
૩૫. રાધાનાથ સિકદાર માઉન્‍ટ એવરેસ્‍ટની ઊંચાઇ માપી
૩૬. વિનોબા ભાવે ભૂદાન અને ગ્રામદાન પ્રવૃતિ ચલાવી
૩૭. લૉર્ડ કર્ઝન બંયાળના ભાગલા પાડયા
૩૮. લૉર્ડ રિપન ભારતમાં સ્‍થાનિક સ્‍વરાજની શરૂઆત કરાવી
૩૯. લૉર્ડ ડેલહાઉસી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી
૪૦. લૉર્ડ મેકોલ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી
૪૧. લોકમાન્‍ય ટિકળ બંગભંગની ચળવળ કરાવી
૪૨. સર સૈયદ એહમદ મુસ્લિમ યુનિવર્સિટીની સ્‍થાપના કરી
૪૩. સરદાર વલ્‍લભભાઇ પટેલ બારડોલી સત્‍યાગ્રહના પ્રમુખ નેતા, દેશી રાજયોનું ભારતમાં વિલિનીકરણ કરાવ્‍યું
૪૪. સાને ગુરુજી આંતરભારતીની સ્‍થાપના કરી
૪૫. વીર સાવરકર હિન્‍દુ મહાસભાની સ્‍થાપના કરી
૪૬. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજની સ્‍થાપના કરી
૪૭. સ્‍વામી વિદ્યાનંદજી અમદાવાદમાં ગીતામંદિરની સ્‍થાપના કરી
૪૮. સ્‍વામી વિવેકાનંદ રામકૃષ્‍ણ મિશનની સ્‍થાપના કરી
૪૯. શામળદાસ ગાંધી આરઝી હકૂમતની સ્‍થાપના કરી
૫૦. શ્‍યામપ્રસાદ મુખરજી જનસંઘની સ્‍થાપના કરી
૫૧. માધવદાસ સદાશિવરાવ ગોલવલકર (શ્રીગુરુજી) વિશ્ર્વ હિન્‍દુ પરિષદની સ્‍થાપના કરી
૫૨. અરવિંદ ઘોષ પૉંડિચેરી આશ્રમની સ્‍થાપના કરી
૫૩. એમ.એન. રૉય રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્‍થાપના કરી
૫૪. શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ઇંગ્‍લૅન્‍ડમાં ક્રાંતિકારીઓની સંસ્‍થાની સ્‍થાપના કરી
૫૫. ડૉ. જગદીશચંદ્ર બોઝ વનસ્‍પતિમાં સંવેદના છે તેમ સાબિત કર્યુ
૫૬. રામમનોહર લોહિયા પ્રજાસમાજવાદી પક્ષની સ્‍થાપના કરી
૫૭. ઇન્‍દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં મહાગુજરાતની ચળવળ ચલાવી
૫૮. ડૉ. વિક્રમ સારાભાઇ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્‍યો, પીઆરએલની સ્‍થાપના કરી
૫૯. ખાન અબ્‍દુલ ગફારખાન અલગ પુખ્તુનિસ્‍તાનની હિમાયત કરી
૬૦. શંકરાચાર્ય હિંદુ ધર્મનો પુનરુદ્ઘાર કર્યો
૬૧. ડૉ. રવીન્દ્ર દવે લાઇફ લૉંગ ઍજયુકેશનની હિમાયત કરી

http://rajtechnologies.com

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors