ભારતીય ઉપગ્રહો આમ આદમીના જીવનમાં પરિવર્તનો લાવશે

ભારતે સ્‍વતંત્રતા પ્રાપ્‍ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્‍યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્‍વ આપી પરમાણુ મથકો સ્‍થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. વિઘુત ઉર્જા ઉઘોગો માટે જરૂરી હોય તેને મહત્‍વ આપવામાં આવ્‍યું તો બીજી બાજુ કૃષિ‍ ક્ષેત્રેના વિકાસ માટે જળ સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરવામાં આવી. કૃષિ ક્ષેત્રના નિષ્‍ણાતો જેવા કે ડો. એમ. એસ. સ્‍વામીનાથનની સેવાઓ લેવામાં આવી. ૧૯પપમાં સમગ્ર દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓનું આયોજન કરવામાં આવ્‍યું. ગામડાંઓનો વિકાસ તેમજ ઉઘોગોનો વિકાસ એક સાથે થાય તેવું આયોજન કરવામાં આવ્‍યું.

ડો. જી. માધવન નાયરનો જન્‍મ ૩૧મી ઓક્ટોબર ૧૯૪૩માં કેરાલા રાજયમાં થયેલો. ૧૯૬૬માં તેમણે કરેલ યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રીક એન્‍ડ કોમ્‍યુનિકેશનમાં સ્‍નાતક પદવી મેળવી, ભાભા સંશોધન કેન્‍દ્રમાં નોકરી લીધી, ૧૯૬૭ થી ર૦૦૩ સુધી આજ વિભાગોમાં તેમજ વિવિધ સંસ્‍થાઓમાં જવાબદારી સંભાળી ર૦૦૩થી તેઓ ઇસરોના ચેરમેન બન્‍યા.
ડૉ.રમેશભાઇ ભાયાણી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors