ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ‘ અશોક ચિન્હ’ છે એ તમામ લોકો જાણે છે અને આ ચિન્હ સન ૧૯૦૪માં બનારસ પાસેના સારનાથથી મળી આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેના અર્થ વિષે ઘણી ઈતિહાસકારોએ તરેહ તરેહની કલ્પનાઓ કરી છે પરંતુ તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવેલા એલ.ડી. મ્યુઝીયમે આ અંગે નવો જ પ્રકાશ પાડયો છે. તેમના મત મુજબ અશોક ચિન્હ એ માત્ર સિંહની મુખાકૃતિ વાળું બૌદ્ધ ધર્મનું પ્રતિક નથી. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દીમાં રચાયેલા શ્વેતાંબપ જૈન આગમગ્રંથ ” દેવેન્દ્રસ્તવ” ગ્રંથમાં આ ચિન્હો સવિસ્તૃત અર્થ સમજાવ્યો છે. જે મુજબ આ ચિન્હ સૂર્યના રથનું પ્રતિક છે. બનારસ નજીકની સારનાથની જગ્યાએથી સન ૧૯૦૪માં જયારે અશોક સ્તંભ મળી આવ્યો તેના ઉપર આ ચિન્હ અંકિત થયેલું હતું. આ સ્તંભ પર રાજાનો સંદેશો લખેલો હતો. કારણકે એ સમયે કૌશાંબી રાજયમાં બૌદ્ધ ધર્મ સંઘમાં ફાંટા પડવા લાગ્યા હતા અને તેનાથી લોકો ગેરમાર્ગે દોરાતા હતા. આથી રાજાએ અશોકસ્તંભ પર લખીને લોકોને અપીલ કરી હતી કે દેવોનો પ્રિયદર્શી રાજા આજ્ઞા કરે છે કે” કૌશંબીમાં કે અન્ય સ્થળોમાં, પાટલીપુત્ર કે બહારના નગરોમાં કોઈ વ્યકિત સંઘમાં ભેદ પાડી શકે નહીં તે માટે તમામ લોકોએ કાર્યશીલ રહેવું. જો આ સંઘને એક કર્યો છે જે કોઈ ભિક્ષુ કે ભિક્ષુણી સંઘનો ભંગ કરશે તેને શ્વેત વસ્ત્રો પહેરાવીને અનુચિત આવાસમાં રાખવામાં આવશે. (કારણ કે મારી ઈચ્છા છે કે સંઘ કાયમ સમગ્ર રહે અને લાંબો સમય ટકી શકે.) બૌદ્ધ ધર્મના વડા રાજા અશોકે આ પ્રતિકૃતિનો ઉપયોગ કર્યો એટલે સ્તંભ મળી આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેને બૌદ્ધધર્મનું પ્રતિક જ માનવામાં આવે છે. સન. ૧૯૪૭માં પંડિત જવાહરલાલ નહેરૂએ તિરંગામાં આ ચક્ર મૂકયો ત્યારબાદ આ ચિન્હ રાષ્ટ્રીય ચિન્હ તરીકે ઓળખવામાં આવે છે. આ ચિન્હમાં બે ભાગ છે ઉપરના ભાગમાં ચાર સિંહની આકૃતિ છે જેમાં ત્રણ આગળથી આપણે જોઈ શકીએ છીએ જયારે એક સિંહ પાછળની દિશામાં ગોઠવાયેલો છે. નચેના ભાગે ચાર દિશામાં ચાર ચક્ર છે અને ચાર ચક્રોની વચ્ચે-વચ્ચે ચાર દોડતાં પશુઓની આકૃતિ છે. જેમાં પૂર્વ દિશામાં સિંહ, પશ્ચિમે બળદ, ઉત્તરે અશ્વ, અને દક્ષિણે હાથીનો સમાવેશ થાય છે. અશોકસ્તંભ શોધાયા બાદ એવું માનવામાં આવતું હતું કે આ ચારેય પશુઓને જીવનની ચાર ઘટનાઓ સાથે સંબંધ છે.અને ભગવાન બુદ્ધ સાકય સિંહ જાતિના અવતાર છે. અને તેઓ મહા અન્તિનિષ્કમણ વખતે જયારે ઘર છોડીને નીકળ્યા ત્યારે કથક અશ્વને લઈને નીકળ્યા હતા. આથ ચિન્હમાં અશ્વ મૂકવામાં આવ્યો છે. અને બળદ વૃષભ રાશીને લીધે લેવામાં આવ્યો છે. આમ ચારેય સિંહ બુદ્ધનું પ્રતિનિધિત્વ કરે છે તેવું માનવામાં આવતું હતું અને સ્તંભની ઉપર અંકિત કરાયેલ ” થમ્મા” ધર્મચક્ર બોદ્ધધર્મનું પ્રતિક છે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પ્રાચિન ઈતિહાસની પરંપરા પ્રમાણે સિહંની મુખાકૃતિ સિંહની નિશાની છે. જેના નીચે ચાર ચક્ર એ રથના પૈડા દર્શાવે છે. સિંહની મુખાકૃતિ સિંહની નિશાની છે. જેના નીચે ચાર ચક્ર એ રથના પૈડા દર્શાવે છે. સિંહની મુખાકૃતિ જેના પર બિરાજમાન છે તે બેઈઝ રથનું પ્રતિનિધિત્વ કરે છે. આ રથને ચાર પશુઓ ચલાવે છે માટે ચારેય દિશામાં દોડતા પશુઓનું સ્થાન છે. સૂર્ય સ્થિર નથી હોતો. આ ચાર પશુઓને લેખનો ભારતીય પુરાતત્વમાં ( સાહિત્યમાં ) ઓછામાં ઓછા ૪૦ ગ્રંથોમાં ઉલ્લેખ છે. પરંતુ કોઈ જગ્યાએ સૂર્યના રથના સંદર્ભમાં નથી. તેનો ઉલ્લેખ એકમાત્ર સાહિત્યમાં થયો છે અને તે છે ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીમાં રચાયેલો શ્વેતાંબર સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર માટે જે વિમાન (રથ)ની કલ્પના છે તેમાં પહેલી વખત આ ચાર પશુઓના નામ આવે છે. કેશવતી રામચંદ્રીકામાં રામના કિલ્લાની ચાર બાજુ આ ચાર પશુઓના ચિન્હ મૂકવામાં આવ્યા હોવાનું દર્શાવ્યુ હતું. પરંતુ તે શેના છે તે વિશે ઉલ્લેખ થયો નથી. જયોતિષ્ક દેવાનો વાહનનું કોણ વહન કરે છે? તે અંગે દેવેન્દ્રસ્તવમાં વિસ્તૃત વિગતો છે. ભારતીય પ્રાચીન પરંપરામાં સિંહ એ સૂર્યનું પ્રતિક છે. આથી ભારતના રાષ્ટ્રીય ચિન્હની સાચી ઓળખાણ આ પ્રમાણે થાય છે. રથ પર સવાર સૂર્ય, જે ધર્મ ચક્રને ઉઠાવીને ચાલે છે.