કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯||
ગુજરાતી ભાષાંતરઃ પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ).
કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ |
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦||
ગુજરાતી ભાષાંતરઃ કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે.
અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ |
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧||
ગુજરાતી ભાષાંતરઃ અધર્મ ફેલાઇ જવાથી, હે કૃષ્ણ, કુળની સ્ત્રિઓ પણ દૂષિત થઇ જાય છે. અને હે વાર્ષ્ણેય, સ્ત્રિઓનાં દૂષિત થઇ જવાથી વર્ણસંકર પ્રજા જન્મે છે.
સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ || ||૪૨||
ગુજરાતી ભાષાંતરઃ કુળનાં કુલઘાતી વર્ણસંકર (વર્ણધર્મનું પાલન ન કરવાથી) નરકમાં જાય છે. તેનાં પિતૃજન પણ પિંડ અને જળની પરમ્પરાઓના નષ્ટ થવાથી (શ્રાદ્ધ આદિ ન થવાથી) અધોગતિને પ્રાપ્ત થાય છે (તેમનો ઉદ્ધાર થતો નથી).
દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસંકરકારકૈઃ |
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ || ||૪૩||
ગુજરાતી ભાષાંતરઃ આ પ્રકારે વર્ણભ્રષ્ટ કુલઘાતિયો ના દોષોથી તેનાં સનાતન કુલધર્મ અને જાતિધર્મ નષ્ટ થઇ જાય છે.
ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |
નરકેનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ || ||૪૪||
ગુજરાતી ભાષાંતરઃ હે જનાર્દન, કુલધર્મ ભ્રષ્ટ થયેલ મનુષ્યોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે, તેવું મેં સાંભળ્યું છે.
અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ || ||૪૫||
ગુજરાતી ભાષાંતરઃ અહો ! આપણે આ મહાપાપ કરવા માટે આતુર થઇ અહીં ઉભા છીએ. રાજ્ય અને સુખનાં લોભમાં પોતાનાજ સ્વજનોને મારવા માટે તૈયાર થયા છીએ.
યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ |
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ || ||૪૬||
ગુજરાતી ભાષાંતરઃ યદિ મારા વિરોધ રહિત રહેતા, શસ્ત્ર ઉપાડ્યા વિના પણ આ ધૃતરાષ્ટ્રનાં પુત્ર હાથોમાં શસ્ત્ર પકડી મને આ યુદ્ધ ભૂમિમાં મારી નાખે, તો તે મારા માટે (યુદ્ધ કરવાને બદલે) વધુ કલ્યાણકારક હશે.
સંજય બોલ્યા
એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ || ||૪૭||
ગુજરાતી ભાષાંતરઃ આમ કહીને શોકથી ઉદ્વિગ્ન થએલા મનથી અર્જુન પોતાનાં ધનુષ બાણ છોડી રથનાં પાછલા ભાગમાં બેસી ગયા.
ઓમ તત્સદિતિ શ્રીમદ્રગવદ્રીતાસૂપનિષત્સુ બ્રહ્મવિધાયાં યોગશાશ્ત્ર શ્રી કૃષ્ણાર્જુનસંવાદેડેજુનવિષાદયોગો નામ પ્રથમ અધ્યાય||