સામગ્રી : ૧ કપ પાલકની ભાજી ૧ ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં ૩ કપ ઘઉંનો લોટ ૧ ડુંગળી ૪ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ પ્રમાણસર મીઠું પ્રમાણસર બનાવવાની રીત : સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળી લો. હવે, ઘઉંના લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, ૧ ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણીથી બાંધવો. ત્યારબાદ મોટા લુઆ કરી, પરોઠા વણી, તવી પર તેલથી સાંતળવા અને દહીં સાથે પીરસવા. આ પરોઠા માં ડુંગળીના બદલે 1 બાફેલ બટાકો પણ નાખી શકાય.