નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
આ પ્રદેશ લદ્દાખ ખીણના ઉત્તરપૂર્વીય ભાગ પર આવેલ છે અને તેને ઘણીવાર ફૂલોની ખીણ તરીકે ઓળખવામાં આવે છે.લદ્દાખની નુબ્રા ખીણ બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ, બેક્ટ્રિયન ઊંટ અને છૂટાછવાયા બગીચાના ભવ્ય દૃશ્ય માટે જાણીતી છે
નુબ્રા વેલી આ રણ વિસ્તારને પ્રેમથી ‘ધ લાસ્ટ શાંગરી-લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.લદ્દાખના શુષ્ક પર્વતોની વચ્ચે વસેલી નુબ્રા ખીણ જેટલી ઉબડખાબડ છે લદ્દાખ તેની અલૌકિક સુંદરતાને કારણે ભારતના તાજ તરીકે ઓળખાય છે. બોર્ડરના છેવાડે આવેલું આ જાદુઈ અને અન એક્સપ્લોર સ્થળ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં કોઈ કમી રાખશે નહિ.નુબ્રા વેલીમાં જવાનો એકમાત્ર વિકલ્પ સડક માર્ગ છે.નેશનલ હાઈવે દ્વારા તમે ખારદુંગ લા સુધી જઈ શકો છો 17,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત, તે વિશ્વનો સૌથી ઉંચો પોઇન્ટ છે નુબ્રાની મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ મહિના સપ્ટેમ્બરથી મે છે નુબ્રા વેલી પૃથ્વી પરનું સ્વર્ગ છે કુદરતના મહિમાથી લઈને ઊંટ સફારી સુધી, પનામિક ગામનું મનોહર દૃશ્ય અને સેમસ્ટાનલિંગ મઠની મુલાકાત, નુબ્રા વેલીનો પ્રવાસ ખરેખર એક યાદગાર અનુભવ છે.