ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનું તેમ જ નવસારી તાલુકાનું મુખ્યમથક નવસારી શહેર ખાતે આવેલું છે. નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું શહેર છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
નવસારી શહેર દિલ્હીથી મુંબઇ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું છે. વળી નવસારી શહેર બારડોલી, સુરત, મહુવા, ગણદેવી, અબ્રામા, મરોલી જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર અમદાવાદથી મુંબઇ જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ સુરત અને વલસાડની વચ્ચે આવતું સ્ટેશન છે.
આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જુના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે. નવસારિ શહેર એ જમશેદસજિ તાતા નુ જન્મ સ્થળ છે.
પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા.પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારી માં આવેલું છે