દિવાળીબેન ભીલ

લોકગાયક-દિવાળીબેન ભીલ

એક સારા ગાયક કે ગાયિકા બનવું હોય તો સંગીતની તાલીમ લેવી ખૂબ આવશ્યક છે. પરંતુ કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓને એવી કુદરતી બક્ષિ‍સ મળી હોય છે, જેના કારણે કોઈ પણ જાતની તાલીમ લીધા વિના પણ તેઓ ખૂબ સૂરીલું ગાઈ શકતી હોય છે. સ્વ. કિશોરકુમારનો દાખલો જગજાણીતો છે.
ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેણે સંગીતનું કોઈ પાયાનું શિક્ષણ નથી લીધું, કોઈ વિધિવત તાલીમ નથી લીધી અને છતાં તેના કંઠની તમતમતી, મીઠી હલક શ્રોતાઓને ડોલાવી દે છે. તદ્દન નિરક્ષર એવા આ આદિવાસી કલાકારે ગુજરાતનાં ભુલાતાં જતાં લોકગીતોને પોતાનો કંઠ આપીને ફરી એક વાર ઘરે ઘરે ગુંજતાં કર્યાં. એને કારણે આપણાં કેટલાંક ઉત્તમ લોકગીતો જેવાં કે ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે‘. ‘હું તો કાગળિયા લખી લખી થાકી‘ વગેરેથી યુવાપેઢી પચિચિત થઈ. વિસરાતાં જતાં આપણાં લોકગીતો અને લોકસંગીતને પુનર્જીવિત કરવા બદલ ૧૯૯૧માં ભારત સરકારે આ કલાકારને �‘પદ્મશ્રી‘થી સન્માનિત કર્યાં. અનોખી મીઠાશ અને હલકવાળો કંઠ ધરાવતી આ ગાયિકા એ બીજું કોઈ નહીં, પણ દિવાળીબેન ભીલ.
ગુજરાતની ખમીરવંતી આદિવાસી જાતિમાં જન્મેલ દિવાળીબહેનનું બાળપણ ગીરનાં જંગલોમાં વીત્યું. ગાવાનો તો નાનપણજ્ઞી જ શોખ. તેમના માતા પાસેથી તેમને ગાવાની પ્રેરણા મળી. નાનપણમાં પોતાની સખીઓ સાથે આજુબાજુના ગામમાં આ ભીલ કન્યા ગરબા, રાસ વગેરે ગાવા જાય. નાનપણની વાતો જણાવતાં દિવાળીબહેન કહે છે, \”અમારા નેસ આગળના તળાવમાં ઘણી વાર વાઘ – સિંહ પાણી પીવા આવતા. એમને જોઈને અમને જરાય ડર નહોતો લાગતો, બલ્કે આનંદ થતો. પરંતુ માણસોને જોઈને અમે નેસડામાં ઘૂસી જતાં.\” નવેક વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં. દિવાળીબહેન કહે છે, ‘એ ઉંમરે તો લગ્ન એટલે શું એની કંઇ ખબર નહોતી. થોડા વખત પછી મારા બાપુનીજીને મારા સાસરિયા જોડે કંઇ મનદુઃખ થયું એટલે મારું લગ્ન ફોક કર્યું. પછી ફરી ક્યાંય લગ્ન ન કર્યાં.‘ દરમિયાન શોખને કારણે ગાવાનું ચાલુ રાખ્યું. વીસેક વર્ષની ઉંમરે તો જૂનાગઢ આવ્યાં. અહીં એક ડૉકટરના ઘરે તેમને કામ મળ્યું હતું. એક વાર નવરાત્રી દરમિયાન જૂનાગઢના વણઝારી ચોકમાં દિવાળીબહેન ગરબો ગવડાવતાં હતાં. તે વખતે આકાશવાણીના કેટલાક અધિકારીઓ ત્યાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો અવાજ એટલો બધો ગમી ગયો કે ત્‍યાં ને ત્યાં જ તેમનાં ગીતોનું રેકોર્ડિંગ કરી લીધું. બીજે દિવસે તેમણે દિવાળીબહેનને આકાશવાણીમાં ગાવા માટે નિમંત્રિત કર્યાં. આ પહેલાં દિવાળીબહેને કદી રેકોર્ડિંગ સ્ટુડિયો જોયો નહોતો. છતાં જરા પણ ગભરાયા વગર, ખૂબ આનંદથી તેમણે ગાયું. ‘ફૂલ ઊતાર્યાં ફૂલવાડીએ રે લોલ‘ એ તેમનું રેકર્ડ થયેલું પહેલવહેલું ગીત. થોડા વખત પછી દિલ્હીમાં કોઈ સંગીત સંમેલન હતું. તેમાં પણ દિવાળીબહેને ગાયું અને તેમાં તેમને પ્રથમ નંબર મળ્યો. ત્યાર પછી નાના નાના ડાયરાઓ અને અન્ય કાર્યક્રમોમાં દિવાળીબહેન ગાવા લાગ્યાં. થોડાં વર્ષો પછી એક મુરબ્બી સાથે તેઓ મુંબઈ કોઈ ડાયરામાં ભાગ લેવા ગયાં. પેલા મુરબ્બી કલ્યાણજી આણંદજીને ઓળખે. તેઓએ દિવાળીબહેનને�૧૧૧ રૂ.નું ઈનામ આપ્‍યું અને પૂછ્યું, \”અમે તમને ફિલ્મમાં ગાવા બોલાવીએ તો તમે ગાશો?\” દિવાળીબહેને કહ્યું કે જરૂર ગાઈશ. એ વાતને ઘણો વખત વીતી ગયો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors