દશેરા

આસુરી શકિત પર દૈવી શકિત ના વિજયનુ પર્વ- દશેરા

નવરાત્રી મહોત્‍સવ પછી તરત જ દશેરા આવે છે. જે વિજયાદસમી તરીકે પણ ઓળખાય છે. આ દશેરા એટલે વિજય માટે આરોહણ કરવાનો દિવસ. આ દિવસે શ્રી રામે સીતાજીને રાવણની ચૂંગાલમાંથી છોડાવવા માટે વિજય પ્રસ્‍થાન કર્યુ હતું. ત્‍યારથી આ દિવસ વિજય માટે આરોહણ કરવાના દિવસ તરીકે ઉજવાય છે.

ભારતીય સંસ્‍કૃતિએ હંમેશા નીતિવાન વીર પુરૂષોનું પુજન કર્યુ છે. રામ, કૃષ્‍ણ, અર્જન વગેરે તેના ઉદાહરણો છે. પરંતુ નીતિમત્તા વગરની શકિત નકામી એટલે જ આપણે રાવણ કે કંસ કે હિરણ્‍યકશિયુની પુજા નથી કરતા, તેઓ પાસે પણ ખુબ જ શકિત હતી પરંતુ નીતિમત્તા નહોતી તેથી જ આ દશેરા એટલે સત્‍ય અને ધર્મ માટેની લડાઈ લડવાનું વિજય પ્રસ્‍થાન યુધ્‍ધ સારી બાબત ન ગણાય. કારણકે તેમાં અનેક નિર્દોશોનું લોહી રેડાતું હોય છે. પરંતુ કયારેક યુધ્‍ધ અનિવાર્ય બની જાય અને તેની શરૂઆત પણ કરવી પડે છે. જયારે ધર્મ ઉપર અધર્મીઓ અને સત્‍ય ઉપર અસત્‍યવાદીઓ આક્મણ કરવા તત્‍પર થતા હોય, ત્‍યારે યુધ્‍ધને એક ધર્મ માનીને લડવું પડે છે. આ વિજયદસમી ઉત્‍સવ આવા ધર્મ અને સત્‍ય માટે લડનારા યુધ્‍ધનો મહિમા સમજાવે છે. ખુદ છત્રપતિ શીવાજીએ પણ દુષ્‍ટ ઔરંગઝેબ સામે આજ દિવસે મહાયુધ્‍ધ છેડયું હતુ, તેમ આપણો ઈતિહાસ જણાવે છે.

આ બધા મહાપુરૂષોએ પ્રથમ આક્મણો કરેલા છતાં તેઓ આક્મણખોર ઠર્યા નહિ કારણકે ધર્મ અને સંસ્‍કૃતિની રક્ષા માટે દુષ્‍ટો આપણી સામે યુધ્‍ધ જાહેર કરે તેની રાહ ન જોઈ શકાય. તેમાં પ્‍હેલ તો આપણે જ કરવી પડે છે, આમ આ દશેરા યુધ્‍ધમાં પ્રથમ ‍હુમલો કરવાનો દિવસ પ્‍ણ છે.

દશેરાના દિવસે વિજય આરોહણ બીજી રીતે પણ અનુકૂળ છે. ચોમાસાના વરસાદની કૃષિ‍ પાકોની ઉપજ સારી થઈ હોય છે. આપણા ઘરમાં ધાન્‍ય પુષ્‍કળ પ્રમાણમાં ભર્યા હોય છે. એટલે ખોરાકની બહુ ચિંતા હોતી નથી. વળી, કૃષિ‍ પાકોના વેંચાણથી સમૃધ્ધિ પ્‍ણ ભરપૂર હોય છે. આ સમયે ચોમાસાનું ખેતી કાર્ય પણ પૂર્ણ થઈ ગયું હોય છે. અને વરસાદની મોસમ ન હોવાથી રસ્‍તા વગેરે પણ અનુકૂળ હોય છે, અને સૌથી વધુ મહત્‍વનું આપણે નવરાત્રીના નવ-નવ દિવસો દરમ્‍યાન દૈવી શકિતઓની આરાધના કરી હોય છે. જેને કારણે આપણામાં શકિત અને હિંમત પણ પુર બહારમાં ખીલી હોય છે, અને આવા સમયમાં વિજય માટેની કૂચ કરવામાં આવે તો દેખિતું છે કે આપણો વિજય નિશ્ચિત જ બની જાય, તેથી જ આપણા વેદશાસ્‍ત્રોએ વિજયા દસમીના દિવસે યુધ્‍ધ માટેનું વિજય અભિયાન છેડવાનું જણાવ્યું છે.

આજે વર્તમાન સમયમાં પણ આ વિજયાદસમીના દિવસે વિજય આરોહણ કરવાનું ઘણું જ મહત્‍વનું છે. આજે આપણે માત્ર બાહ્ય શત્રુઓથી જ નથી પીડાતા, આંતરીક શત્રુઓ એટલે કે આપણી મનની અંદર રહેલા શત્રુઓ કામ, કોધ, અભિમાન, મોહ સામે પણ લડવાનું છે, અને આપણે પ્રથમ તેની ઉપર આક્મણ કરવાનું છે, કારણકે જયાં સુધી આપણે અંદરના શત્રુઓથી પરેશાન હોઈશું ત્‍યાંસુધી આપણે અંદરના શત્રુઓથી પરેશાન હોઈશું ત્‍યાં સુધી બાહ્ય શત્રુઓનો સામનો કરી તેમને હરાવી શકીશું નહિ. અહિં બાહ્ય શત્રુઓ એટલે સમાજમાં ફેલાયેલ વિકૃ‍‍‍‍ત્રી અને અત્‍યાચારો આથી આપણે સૌ પ્રથમ આપણા આંતરીક શત્રુઓ ઉપર આક્મણો કરી તેનો નાશ કરી, પુર્ણપણે શકિતશાળી અને સક્ષમ બની સમાજની બદીઓ સામે લડવા આજના વિજયાદશમીના દિવસે રણટંકાર કરીએ

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors