દલપતરામ કવિ

દલપતરામ કવિ

નામઃ દલપતરામ કવિ જન્મઃ ૨૧ જાન્યુઆરી ૧૮૨૦ , વઢવાણ અવસાનઃ ૨૫ માર્ચ ૧૮૯૮ , અમદાવાદ કુટુમ્બઃ પિતા ડાઙ્ગ ાાભાઇ ; પુત્ર નાનાલાલ કવિ અભ્યાસ * સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ *સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ વ્યવસાય * ફર્બસ સાહેબ માટે ૨૪રાસમાળા ની સામગ્રી માટે પરિભ્રમણ *ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી * ૧૮૫૫બુદ્ધિ કાશ નું સંપાદન * ૧૮૫૮૨૪હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ દાન * કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જીવનપ્રસંગો વિશે કરાવેલી નોંધોનો ઉપયોગ કરી શ્રમપૂર્વક એ તૈયાર કર્યું છે. કુટુંબના પૂર્વજો, દલપતરામનો ઉછેર, તેમનો પિંગળનો અભ્યાસ અને કવિતાલેખનનો પ્રારંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફૉર્બસને ગુજરાતી શીખવવા ઉપરાંત ‘રાસમાળા’ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની સહાય, તેમનું ગુજરાતભ્રમણ, સરકારી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની તેમની સેવા, તેમનું જીવનના પૂર્વાર્ધનું કલુષિત પણ ઉત્તરાર્ધનું મીઠું દાંપત્યજીવન, તેમણે બજાવેલી સ્વામીનારાયણ સંપ્રદાયની તથા ગુજરાતી સાહિત્યની સેવા-આ સર્વની પ્રમાણભૂત વીગતપ્રચુર માહિતી આ ચરિત્ર આપે છે. ફૉર્બસ સાથેના પિતાના આત્મીય સંબંધને કવિએ પ્રસ્તુત ચરિત્રમાં સારી એવી જગ્યા આપી છે તે, દલપતરામના જીવન અને કાર્યને તે બન્યાં તેવાં બનાવવામાં ફૉર્બસનો મહત્ત્વનો ફાળો જોતાં ઉચિત ઠરે. દલપતરામના કાર્યની મુલવણી કરતાં તેમને માટે ‘પ્રજાના પુરોહિત’, ‘દેશમાળી’, ‘નવયુગના વાલ્મીકિ’, ‘સુધારાની વેલીઓના સંસ્થાપક’, અર્વાચીન ગુજરાતના ‘સ્હવારના સૂર્ય’ જેવા પ્રશસ્તિશબ્દો વાપરતા ન્હાનાલાલને નર્મદના પણ એવી પ્રશસ્તિના સમાન અધિકારનો ખ્યાલ હોવાથી નર્મદને પણ આ ચરિત્રમાં એમણે ઘણાં પૃષ્ઠો આપ્યાં છે. નર્મદની અને દલપતરામની વચ્ચે ‘ધ્યેય ભેદ ન હતો, શૈલીભેદ હતો’ એમ જણાવી નર્મદને ‘વીર’ અને દલપતરામને ‘ધીર’, નર્મદને ‘ક્રાંતિવાદી’ અને દલપતરામને ‘વિકાસવાદી’, નર્મદને રજોગુણીના અર્થમાં ‘રાજર્ષિ’ અને દલપતરામને ‘બ્રહ્મર્ષિ’ એવાં વિશેષણોથી નવાજી કવિએ પિતાની સરસાઈ સ્થાપવા પ્રયાસ કર્યો છે તેમાં તેમ જ પિતાની એમની અતિસ્તુતિમાં તથ્યાંશ ઓછો નથી. આ ચરિત્રમાં તેના નાયકના પિતા ડાહ્યા વેદિયા તથા પ્રથમ પત્નીનાં તેમ જ ફૉર્બસ અને નર્મદ ઉપરાંત કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં રેખાચિત્રો પણ સારો ઉઠાવ પામ્યાં છે. અંદર પૃષ્ઠભૂ તરીકે ૧૯ મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઈતિહાસ-કવિના શબ્દોમાં, ‘દલપત આયુષ્યને ઝરુખેથી કીધેલું ૧૯ મી સદીનું ગુજરાતદર્શન’ વિસ્તારથી રજૂ થયેલ છે, જેનું દસ્તાવેજી ઈતિહાસમૂલ્ય ઘણું હોઈ તેને આ ચરિત્રગ્રંથની આગવી વિશિષ્ટતા ગણવી પડે તેમ છે. એવી જ વિશિષ્ટતા આ ગ્રંથના વાચનને એકંદરે આસ્વાદ્ય બનાવતી તેના કવિ-લેખકની અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારા-માઠા બેઉ અંશોવાળી લાક્ષણિક ગદ્યશૈલીની પણ ગણાવાય. પથરાટ અને પુનરુક્તિના દોષ છતાં આ બૃહત્ દલપતચરિત્ર ગુજરાતી ચરિત્રસાહિત્યની એક મૂલ્યવાન કૃતિ છે.

-અનંતરાય રાવળ

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors