જાણો ગુજરાતી કવિઃ ભક્ત નરસિંહ મહેતા

જાણો ગુજરાતી કવિઃ ભક્ત નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના થમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ યિ હતું. નરસિંહ મહેતા ઉપનામ નરસૈયો, આદ્યકવિ જન્મ ૧૪૧૪ , ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અવસાન ૧૪૮૦ કુટુમ્બ પિતા કૃષ્ણદાસ ( પુરુષોત્ત્।મદાસ ?) માતાઃ દયાકુંવર વ્યવસાય ભજનિક, આખ્યાનકાર મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદોસુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર બાળપણ ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી સદીમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં. કલમના કસબી આ કવિને ગુજરાતના ‘આદિ કવિ‘ તરીકે ઓળખાવવામાં આવે છે.
નરસિંહ મહેતા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા. જીવનનો મોટોભાગ તેમણે જૂનાગઢમાં વિતાવ્યો હતો. તેના પિતાનું નામ કૃષ્‍ણદામોદર અને માતાનું નામ શ્રી દયાકુંવરી હતું. તેઓ નાગર નાતના હતા. નાગરો સામાન્ય રીતે રાજકારભારની નોકરી કરતા હોય છે એટલે નરસિંહ મહેતાના પરિવારને ‘મહેતા‘ તરીકે ઓળખવામાં આવતા.

નરસિંહની વાચા ૨૭રાધાકૃષ્ણ શબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જયારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસ ને દ્યેર ઉછરિ મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈ ના આશ્રિત થયા. ભાભીનાં મહેણાંટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ (ગોપનાથ)માં ચાલ્યા ગયા. જયાં તેમને ભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો. નરસિંહને ભજન સિવાય કશામાં રસ ન હતો. માણિકય ગૌરી સાથે લગ્ન થયા બાદ પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો. નરસિંહના જીવનના કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી અને હારના ચાર સંગો ઇશ્વર ત્યેની તેમની અપાર ભકિતનાં દ્રષ્ટાંતો છે. હરિજનવાસમાં ભજન કરવા જતાં નરસિંહને નાગરી નાતે નાત બહાર મૂકયા હતા. અંગત સંગોમાં અને જુનાગઢના રાજા રા માંડલિક સાથે ચમત્કારિક દ્યટનાઓ બની. ભાતિયાં, ૨૭ઝૂલણા છંદ અને ૨૭કેદારો રાગ તેમના ખાસ યિ, ેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્ત્।મ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને વૈષ્ણવ હતા.

નરસિંહનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ તેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની, તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતાં, તેની લીલા ગાવાની તક મળતી રહી. તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા. નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી. પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા. આટલી નમ્રતાના કારણે જ નરસિંહનું કરુણતાથી ભરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે.
નરસિંહ એક અજોડ માનવ
નરસિંહ એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે. એ જમાનો એટલે રૂઢિની દાસતાનો જમાનો. જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી ના શકે. નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું અડેલું પાણી પણ ન પીએ. આવા જડ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો તોડે છે. એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !
આમ નરસિંહ એક સાચા માનવ હતા. ન્યાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા. હરિજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાતિજનોનો રોષ તેમણે વહોરી લીધો હતો. સગાસંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો. સગાસંબંધીઓએ તેને ધુત્કારી કાઢ્યો તો યે સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું –
\”ભક્તિ કરતાં જો ભ્રષ્‍ટ કરશો
તો કરશું દામોદરની સેવા…. \”
આ ઉદારતા તેમના માટે કષ્‍ટરૂપ બની ગઈ હતી. સ્વયં તેનાં જ સગાંઓ તેની ક્રૂર મજાર અને ટીખળ કરતાં હતાં. નરસિંહે હિંમતભેર આ તિરસ્કાર અને અપમાન સહન કર્યાં હતાં. કહો કે એક જાતનું તપ તેણે કર્યું. લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલ્લીન રહ્યા.
તેને ભગવાન હાજરાહજૂર હતા. તેના જીવનમાં આવેલ કોઈ પણ આફતના પ્રસંગમાંથી તે સારી રીતે બહાર આવી શક્યા છતાં, પોતાની શક્તિનું તેમને ગુમાન પણ નથી. પોતે માત્ર તાળી વગાડી ભજન કરવાની જ શક્તિ ધરાવે છે તેમ તે કહેતા હતા.

ગુજરાતી ભાષામા ઊર્મિકાવ્યનો ારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો અને એટલેજ તે આપણા ’આદિકવિ’ કહેવાય છે. ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના ભાતિયાં સાંભળિ સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીકે છે. અંતરના ઉંડાણમાંથી ૯. ર્સ્નીત્ર્જ્ઞ્દ્દર્ક્કી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્લદયસ્પર્શી છે એક ચલીત માન્યતામુજબ નરસિંહ મહેતાના ભજનો સાંભળિ સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને દર્શન દેતાં હતાં. એટલુજ નહીં પુત્રી કુંવરબાઉનું મામેરાં, પુત્ર શામળશાના વિવાહ, શગળશા શેઠને હૂંડી, શ્રાધ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે સંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ સંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ’શામળશાનો વિવાહ’, હાર’, ’હૂંડી’, ’કુંવરબાઇનું મામેરું અને ’શ્રાધ્ધ’ જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે ’શૃગારમાળા’, ’ગિવિંદગમન’ અને ’રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ’સુદામાચરિત્ર’ની રચાના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને માનંદે આગળ ધપાવી હતી. ગુજરાતી ભાષાના સહુથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. ભવિષ્યમા તેમના વંશમા થઇ ગયેલા તાનારિરિ બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી. ગુજરાત નાં દ્યરદ્યરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષા નાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેનીશરૂઆત ઈ.સ.૧૯૯૯ થી થઈ છે. આ એવોર્ડ આધકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે
અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors