જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન

જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન
આપણે રામ, કૃષ્‍ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્‍ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્‍યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્‍ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્‍ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્‍ણુ દરેકમાં છવાયેલા છે.
શ્રી વિષ્‍ણુના નામ પણ અપાર છે, હિરણ્યકશિપુ જેવા અસુરનો નાશ કરવા તેમણે નર અને સિંહનું સ્‍વરૂપ ધારણ કર્યુ તેથી તેઓ નરસિંહ કહેવાયા. પાણીને નાશ પણ કહેવાય છે. જયારે અયન એટલે રહેઠાણ કે નિવાસસ્‍થાન જેઓ પાણીમાં રહે છે એટલે કે નારાયણ તેથી જળને ભગવાનનું જ એક સ્‍વરૂપ માનવામાં આવે છે. પાણી મીઠું, મધુર તેમજ સૃષ્ટિ માટે અમૃત સમાન છે. તેના વગર જીવસૃષ્ટિનું અસ્તિત્‍વ જ અશક્ય છે તેથી શ્રી વિષ્‍ણુએ તેને પોતાનું નિવાસ્‍થાન બનાવ્‍યુ અને પોતાનું સ્‍વરૂપ માન્‍યું. પાણીનું એક બીજુ પણ ખાસ લક્ષણ છે. તેને જેવા પાત્રમાં નાખો તેઓ આકાર ધારણ કરે છે, તે જ રીતે નિરાકાર ભગવાન પણ ઇચ્‍છા મુજબના અવતારો ધારણ કરે છે.
હક્કિતમાં ભગવાન શ્રી વિષ્‍ણુ મહાનતાનું પ્રતિક છે. તેના અવતારો, કાર્યો, રહેણીકરણી, પ્રતિકો તમામના ઘણા અર્થો થાય છે, અને તેમાંથી કંઈને કંઈ ભાવાર્થ મનુષ્‍ય માટે નીકળે જ છે. શ્રી વિષ્‍ણુ સૃષ્ટિ, જગતના પાલનકર્તા છે. છતાં તેઓએ દૂધ સાગરમાં નિંદ્રાધિન, આરામ કરતા, શાંત દર્શાવવામાં આવે છે. આપણો સંસાર પણ અંતે તો એક પ્રકારનો (ભવ) સાગર જ છે. આપણા જીવનમાં ગમે તેટલી વિટંબણાઓ, મુશ્‍કેલીઓ આવે તો પણ આપણે શ્રી વિષ્‍ણુની જેમ શાંત રહેવું જોઈએ. શ્રી વિષ્‍ણુએ શેષનાગને પોતાનું શયનસ્‍થાન બનાવેલ છે, અહિં શેષ એટલે બાકીનું, શ્રી વિષ્‍ણુની સંપૂર્ણ જીવસૃષ્ટિનું પાલન કર્યા પછી પણ શકિત બાકી રહે છે.
શ્રી વિષ્‍ ણુના નાભિમાંથી કમળ બ્રહ્માજી પ્રગટ થયા તેવી કથા પુરાણમાં છે. બ્રહ્માજીને આપણે સૃષ્ટિનું સર્જન કરનાર દેવ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્માજીને સૃષ્ટિના નિર્માણ માટે જે કંઈ શક્તિઓની જરૂર હતી તે જેમ ગર્ભમાં રહેલા બાળકને તેની માતા દ્વારા નાભિમાંથી મળે છે, તે રીતે શ્રી વિષ્‍ણુએ બ્રહ્માજીને પોતાના નાભિ કમળમાંથી આપી હતી. વિષ્‍ણુ ભગવાનને આપણે લક્ષ્‍મીપતિ તરીકે પણ ઓળખીએ છીએ. લક્ષ્‍મીજીને સતત ભગવાનીન સેવા કરતા દર્શાવ્‍યા છે. આપણે જો લક્ષ્‍મી એટલે કે ધન સંપત્તિ, સુખ-સમૃધ્ધિ મેળવવી હોય તો તે માટે ભગવાન શ્રી વિષ્‍ણુને શરણે જવું જોઈએ.
આ ઉપરાંત શ્રી વિષ્‍ણુના ચક્ર, ગદા, કમળ તેમજ શંખને ચાર પુરૂષાર્થો ગણવામાં આવ્‍યા છે. જેમાં ચક્ર પ્રજા સંરક્ષણનું ગદાએ વિકારો ઉપર નિયંત્રણ મુકવાનું, કમળ દ્વારા ક્ષુદ્ર વગેરેને ભોગ વિલાસમાં રાચવાને બદલે સમાજ સેવા કરવાનો તેમજ શંખ ધર્મ અને સંસ્‍કૃતિનો ફેલાવો કરવાનું દર્શાવે છે, જયારે તેનું વાહન ગરૂડ સંકુચિતતા છોડીને મનને વ્‍યાપક બનાવવાનું સૂચવે છે. આવા શ્રી ભગવાન શ્રી વિષ્‍ણુનું પૂજન કરી તેનું અનુસરણ કરી આપણા જીવનને ધન્‍ય બનાવીએ
વૃક્ષ વનસ્‍પતિ માહાત્મય

ભારત વર્ષની મહાન સંકસ્‍કૃતિ તમામ વિષયોમાં વૈવિધ્યસભર છે. છતાં પણ કોઈપણ તત્‍વ પ્રત્‍યે જરાપણ ભેદભાવ રાખ્‍યો નથી.માનવ ઉપર અત્‍યાચાર કરતા પરિબળોને નાથવા માટે આ પૃથ્‍વી ઉપર જન્‍મ લેતાં ઈશ્વરીય અવતારોને પણ પૂજયા છે તો સંસ્‍કૃતિની રક્ષા કરવા પોતાનું સમગ્ર જીવન ન્‍યોચ્છાવર કરનાર ઋષિ‍મુનિઓને પણ પુજયા છે. તેણે સમાજજીવનને નવી દિશા આપતા મહાપુરૂષોને પણ પૂજયા છે તો ગાય જેવા મૂંગા પ્રાણીને માતાનું સ્‍થાન આપ્‍યું છે. તેણે ઝાડ, પાન, વનસ્‍પ્‍તિની મહત્તા સમજી તેની પણ પૂજા કરવા જણાવ્યું છે. તેજ જ આજે પણ દરેકના ધરમાં તુલસીનો છોડ અવશ્‍ય હોય છે, સ્‍ત્રીઓ પીપળાની પૂજા કરે છે. ભગવાન શંકરની પૂજામાં લીલી વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે, જયારે દેવદારુના વૃક્ષને ખુદ માતા પાર્વતી જળ આપીને ઉછેરતા આવો ઉચ્ચમહિલા ધરાવતી વનસ્‍પતિ સુષ્ટિપુજનની ‍અધિકારી છે.
પૃથ્વી ઉપર ભાગ્‍યે જ કોઈ નયનારમ્‍ય દ્રશ્ય હશે જેમાં વૃક્ષનો સમાવેશ થયો ન હોય. વૃક્ષ વગરનું મહોનર દ્રશ્ય સંભવી જ ન શકે. આપણા શાસ્‍ત્રો એ સંપૂર્ણ સંસારને જગત વૃક્ષ ગણેલ છે. વૃક્ષના પાંદડા વૃક્ષની શોભા હોય છે. તે વૃક્ષને ભવ્‍યતા બક્ષે છે. આ પાંદડાઓ જે રીતે વૃક્ષની શોભામાં અભિવૃધ્ધિ કરે છે તે જ રીતે સંસારરૂપી વૃક્ષને વૈદજ્ઞાનરૂપી પાંદડાઓ શોભાવે છે. આમ, અહિં પાંદડાઓની સરખામણી વેદ સાથે કરવામાં આવી છે. ઋષિ‍મુનિઓ અમોધ તપ કરતા ત્‍યારે એકાંત વનમાં માત્ર વૃક્ષો જ તેમના સંગાથી હતા. તપ માટે એકાંત હોવું જરૂરી છ અને એકાંત ઉભું કરવામાં મોટેભાગે વનના વૃક્ષોનો જ ફાળો હોય છે. આમ, ઋષિ‍ઓની સાધનામાં વૃક્ષ-વનસ્‍પતિનો ફાળળો અમૂલ્‍ય છે. આવું અનોખું માહાત્‍મીય ધરાવતા વૃક્ષો-વનસ્‍પતિઓનું જીવન સત્કર્મોથી ભરપૂર છે. જેનું અનુસરણ મનુષ્‍ય માત્રે કરવા જેવું છે. પ્રાચીન કાળમાં આજના જેટલું વિજ્ઞાન આગળ નહોતું ત્‍યારે માણસને રોગ, માંદગી, ઉપાધિ તમામ પ્રકારના દરદો માટેની ઔષધિ વૃક્ષમાંથી જ પ્રાપ્‍ત થતી, અને આ વર્તમાનમાં પણ થઈ રહી છે. રામાયણના યુધ્‍ધમાં લક્ષ્‍મણજીનો જીવ બચાવવા હનુમાન સંજીવની જડીબુટ્ટી વૃક્ષની મહાનતા અપૂર્વ છે તે આપણને શિતળ છાંયડો તો આપે જ છે. પરંતુ તેને પથ્થર મારનારને તેના મીઠા ફળ પણ આપેે છે. આવો અપકાર ઉપર ઉપકારનો બોધ તો વૃક્ષો પાસેથી જ પ્રાપ્‍ત કરી શકાય. પોતાની જીવનયાત્રા પૂર્ણકર્યા પછી પણ વૃક્ષો આપણને ઉપયોગી થાય છે. તેના નશ્વર દેહરૂપ લાકડાંઓ બળતણ તરીકે ઉપયોગી છે. વૃક્ષનું લાકડું ઘરમાં અનેક રીતે ઉપયોગી થઈ આપણો જીવનભર સાથ નિભાવે છે. મહિલાઓ પોતાના સૌભાગ્‍યની રક્ષા માટે પીપળાની પૂજા કરે છે. આપણા ઘરના આંગણે રહેતો તુલસીનો છોડ તો પવિત્રતાનું પ્રતિક છે. ભગવાન વિષ્‍ણુની પૂજામાં તુલસીના પાંદડાઓનો ઉપયોગ થાય છે, તુલસી પૂજાનું પણ મોટો મહિમા છે. બીલીના પાન વગર શિવજીની પૂજા અધુરી ગણાય છે. આ ઉપરાંત પણ અનેક શાસ્‍ત્રોકત વિધીઓમાં તેનો ઉપયોગ થાય છે.
ચાલો, આવું ઉચ્ચત્તમ માહાત્મય ધરાવતા વૃક્ષોને આપણે જીવનભર કાપીએ નહિ અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી, તેને યોગ્‍ય જળસિંચન પોષણ આપીને ઉછેરીએ એવું પ્રણ લઈએ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors