છ સિધ્ધાંતો નિર્ણય લેવાની કુશળતાં અંગેના

એ તકલીફ છેક બાલ્યાવસ્થાથી જ શરુ થતી રહી છે.આપણૅ નાના હતા ત્યારે કેટલાક નિર્ણયો હકીકતમાં આપણે જ લેવા જોઈતા હતા.તે માટેની અનુકુળતા માબાપે કરી આપવી જોઈતી હતી પણના,માબાપને તે મંજુર ન હતુ.તેઓ આપણને ભુલ કરતા અટકાવતા હતા.ને એ રીતે તેઓ આપણૂં એક સ્વાતંત્ર્ય છીનવી લેતા.એ સ્વાતંત્ર્ય હતુ ભુલ કરવાની સ્વાતંત્રતા .કારણ?હુ ભુલ કરીશ તો કંઇ નવું શીખી શકીશ જો હુ ભુલજ ના કરુ તો કયાથી કંઈ પણ શીખી શકુ?તે માટે મને એટલી સ્વાતંત્રતા મળવી જ જોઈએ,
પણા મારાથી કશી ભુલ થાય તે વડીલોને મંજુર ન હતુ.તેઓ તે વેળા મારા કરતા ચારપાચ ગણી ઉમરના .તેમેને એટલ કાળમાં જે અનુભવો .કેળવણી જ્ઞાન વગેરે મળ્યા હોય તે મને તો સાપડયા જ નહોતા!મારા માટે મર્યાદિત અનુભવ અને સમજશક્તિ સાથે નિર્ણયો લેવાના થતા.એટલે વડીલને તેમા મારી ભુલ જ નજરે ચડતી.એટલે તે મને \’સાચો રસ્તો\’બતાવવા લલચાઈ જતા.તેમનાથી બોલાઈ જતું\’અરે તને આટલું પણ સમજાતું નથી?આવી વાણી મારી બાલ્યાવસ્થામાં કેળવાવા જોઈતા એક ગુણા પર ફટકો માર્યો.હુ ધણી બાબતોમાં નિર્ણય લેતો જ બંધ થઈ ગયો!ધણી વાર \’હુ શું કરુ\’?તે સમજવા માબાપના ચહેરા પર નજર નાખતો.અને તેને આધારે,તેમને શું ગમશે તેનો ખ્યાલ રાખી નિર્ણય કરતો.
આવું તો અસંખ્ય જણાના કિસ્સામાં બનતું રહે છે.તેવા વારંવાર અનુભવ માણસની નિર્ણય લેવાની શક્તિ કુઠિત કરી નાખે છે.કેટલીક વાર કોમર્સમાં જવું કે સાયન્સમાં જવુંતે પણ વડીલો જ નક્કી કરતા હોય છે.કઈ દિશામાં દિકરા કે દિકરીને રુચિ છે તેનો તાગ કાઢવાની વાત જ ઊડી જાય છેને. તેને કોની સાથે લગ્ન કરવું તેમાં પણ યુવક પોતાના વડીલો પર મીટ માડતો થઈ જાય છેપોતે નિર્ણય લેવાથી ડરે છે ગભરાઈ છે તેથી તે માટેની જવાબદારી બીજા કોઈ લઈ લે એવું મનોમન ઇચ્છે છે.
એક  યુવક તે પ્રકારની મુંજવણ હતી.તે ત્રણેક કન્યા જોઈ આવ્યો હતો.એમની સાથે ઠીક ઠીક ચર્ચા પણ કરી હતી છતાં નિર્ણય કરી શકતો ન હતો.એટલે તે એક મુરબ્બી પાસે ગયો.મુરબ્બીએ અનેક સવાલો પુછયા.તે દરેકના જમા અને નબળા પાસા વિશે પૃથ્થકરણ કર્યુ.તે પછી તે યુવકે પુછયુ તો તમારી શી સલાહ છે?મારે કોની સાથે લગ્ન કરવા જોઇએ?
એટલે એ મુરબ્બીએ જવાબ આપ્યોઃતો એ યુવતી સાથે કોણ રહેવાનું છે?તું કે હું?
યુવકે કહ્યુઃ હું
મુરબ્બીએ કહ્યુ તો તેનો નિર્ણય તારે જ કરવો રહ્યો એ નિર્ણયથી ગુમાવવનું હોય તો તારે જ છે અને અને લાભ થવાનો હોય તો તને જ છે મે તો તને બધી હકીકતો સ્ફુટ કરવામાં મદદ કરી છે તારી સમસ્યા ને બધા દષ્ટિકોણાને વિચારવાની ભુમિકા પેદા કરી આપી છે તે પછી જો કાંઈ નક્કી કરવાનું હોય તો તારે જ છે. એના પરિણામની જવાબદારી તુ ભોગવવાનો હોય તો નિર્ણયની જવાબદારી તારે જ રાખવાની હોય.
ભલે તે વડીલે સાચી કરી દિધી ..તેમ છતાં તે યુવક ને ગળૅ નહિ જ ઉતરી હોય.તે પછી પણ તેને નિર્ણય લેવાનું કામ કઠણ નીવડવાનુંજ છે કારણ અગાઊ જોઈ ગયા તે જ .તેનાં માબાપે,બાલ્યાવસ્થામાં તેના પ્રશ્નો,પોતે જ ઉકેલી આપવાનો આગ્રણ રાખેલો.પરિણામે તેમનું મનોબળ નબળુ પડી ગયુ હતું.તેના મનમાં બીક પેસી ગઈ અને તેનો આત્મવિસ્વાસ નષ્ટ થઈ ગયો,એ તેનું મોટુ કમભાગ્ય નહિ તો શું ?આગળ વધીને કહેવાનું હોય તો હુ એટલું કહીશઃતેના માબાપે તેના હાથ કે પગભાગી નાખ્યા હોત તો એવું ખાસતેવું નુકશાન ન થયુ ગણાત,જેટલું નુકશાન તેમણે પોતાના દીકરાની શ્રધ્ધા તોડી નાખવામાંકર્યો હતો.
માબાપે તો જે કર્યુ તે કર્યુ,એમને જે આવડયુ અને જે સમજયા તે પ્રમાણૅ કર્યુ!તેમનો દોષ કાઢયે રાખવાથી નવી પેઢીનું ભલું થવનું નથી કેટલાક નિર્ણયો યુવકે જાતે લેવા પડશે. એમાના પોડાક તો ખાસ્સા મહત્વના હોવાના .તે તેને કઈ રીટે ચકશશો?એ નિર્ણયોના શાણપણને કઈ રીતે મૂલવશો?તેનો તાગ લગાવમઆં થોડાક પ્રશ્નો મદદરુપ થશે.
૧.આજે નિર્ણય હું લઊ છું.તે આજથી પાંચ વર્ષ બાદ મારી દષ્ટિએ કેવોક લેખાશે.

૨ આ નિર્ણય લેતી વેળા,હું સલાહકારના સ્વાંગમાં હોત તો કઈ રીતે વિચાર કરત?
એમ માનો કે કોઈક વ્યક્તિ તમારી પાસે આવે છે .તેને તમારી આવડત,કુશળતાઅને બુધ્ધિ માટે માન છે એ કારણૅ તે તમારી સલાહ માગે છે.આટલી જ કલ્પના કરો.એ બરાબર તમારા જ સંજોગોમાથી પસાર થાય છે જે સમસ્યા તમને છે તે જ આબેહુબ તેની છે ને તે અંગે તે તમારુ મ્મર્ગદર્શન ઇચ્છે છે.તો તમે તેને શી સલાહ આપત?
આ રીતે પણ વિચારી જુઓ.તમે પોતે કોઈક શાણા માણસ પાસે ,તમારી પરિસ્થિતિ સમજાવી તે અંગે સલાહસુચનો માગો છો.તેની સમજશક્તિમાં તમને ખુબ જ વિશ્વાસ છે.હવે આટલી મગજ-કસરત કરો.તેણે તમને કઈ રીતે સલાહ આપી હોત?એ વાત સાચી કે બીજો માણસ કઈ રીતે વિચારત તે તમે કહી શકો નહિ.તેનો તમને સાચો અંદાજ કદી નહિ મળૅ એટલે કલ્પનાના થોડા ધોડા તમારે દોડાવવા પડશે.ને તેમ થાય તો પણ ખોડુ નથી,તમે તમારી સમસ્યાને નોખી દ્રષ્ટિથી વિચારતા થઈ જાઓ છો!

૩ આ નિર્ણય લેવાથી મારી ખરી શક્તિ બહાર આવશે ખરી?

૪, મે જે કંઈ પરિણામની કલ્પના કરી છે તે કરતાં કંઈક નોખું બનવાની શક્યતા ખરી?
આવું પણા બની શકે.તમે ગણતરિ મૂકી હોય એક,ાને બને બીજુ જ!જેનો તમને અણસાર પણ ના હોય એવું થવા પામે!
આવું થઈ જાય ત્યારે ધણા લોકો ડધાઈ જાય છે આધાત લાગે છે બોલી પડશે\’આનો તો મે વિચાર જ નહતો કર્યો!એ વાત ખરી કે કોઈ સમસ્યા ને ઉકેલવાની રેડીમેઈટ ફોમ્ય્રુલા હોતી નથી.એના ઉકેલના સુત્રો કે નિયમો તેયાર સાંપડતા નથી તેથી તમારે તમારી સમજ શક્તિ અને અનુભવોને અનુસરિને રાહ અપનાવવો પડે પણ આખરે માણસની સમજશક્તિ અને અનુભવોને પણ કેટકેટલીક મર્યાદા હોય છે.હાથીની પુછડીને પકડી લઈને હાથીને સાપ જેવો માની લઈએ છીએ.
મારે કહેવી છે તે બીજી જ વાત અણધાર્યા પરિણામ ઊતરે ત્યારે બેબાકળા થઈ જઈએ છીએ.જો પહેલેથી બીજા વૈકલ્પિક પરિણામનો ખ્યાલ હોય તો આટલો આધાત લાગવા પામતો નથી.અને તેમ છતાં તેવી કોઈ વેકલ્પિક પરિણામ કરતાય નોખી સાવ જ નોખી બાબત બની જાય તો?ત્યારે એક જ વિચારસરણી ઉપકારક થઈ પડશે હવે હું આ પરિસ્થિતિમાં મુકાયો છુ ત્યારે મારે કયુ< નવું પગલું ભરવું જોઈએ તેની આજમાયશ કરતાં શું બનવાની શક્યતા છે?આરીતે ફરી નવો રાહ અપનાવવા માટેની તૈયારી ધડે ને તે પછી? માત્ર એક જુતમ સલાહ થોભો નિહાળો અને વિચારો..

૫,મારા નિર્ણયની બીજાઓ પર કેવી અસર પડશે?
કેટલીક વાર આપણે કઠણ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ ત્યારે બધો વિચાર\’હું\’કે \’અમેને\’અનુલક્ષીને કરીએ છીએ પણ તેની બીજા સ્નેહીજનો પર કેવી અસર પડશે તેનો ખ્યાલ કરતા નથી.તેમને બાજુ એ જ મુકી દઈએ છીએ.કેટલીક વાર આસપાસના અન્ય લોકોનો વિચાર કરવો જરુરી છે કારણ કે આપણે રહેવાનું તો તેમની વચ્ચમાં જ તેમની સાથેના સંબંધો જાળવી રાખવા જોઈએ તો આ મુદ્દો પણના ચુકી જવાય તે જરુરિ છે.નિએણાય પર આવતા પહેલા.

૬,આ નિર્ણય બાદ યા તે થકી આવનારા પરિણામ બાદ હું જેવી વ્યક્તિ થવા મગું છુ.
તેવી યા તેને મળતી વ્યક્તિ હોઈશ કહ્રી?

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors