સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે ।
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ ૧૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.॥ ૧૧॥
લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા ।
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ॥૧૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ ગુજરાતી ભાંષાન્તરઃ હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે. ॥૧૨॥
અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ ।
તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ॥ ૧૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ એ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.॥ ૧૩॥
યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ ।
તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે ॥ ૧૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે
મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.॥ ૧૪॥
રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે ।
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ॥૧૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.અને તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનીમાં જન્મ થાય છે. ॥૧૫॥
કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ ।
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ॥ ૧૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.॥ ૧૬॥
સત્ત્વાત્સઞ્જાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ ।
પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ ॥ ૧૭॥
ગુજરાતી ભાંષાન્તરઃ સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.॥ ૧૭॥
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ॥ ૧૮॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.॥ ૧૮॥
નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ।
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ॥ ૧૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને અતીત સમજે છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.॥ ૧૯॥
ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્ ।
જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે ॥ ૨૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી
જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે. ॥ ૨૦॥
અર્જુન ઉવાચ ।
કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો ।
કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે ॥ ૨૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ અર્જુન કહે : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?॥ ૨૧॥
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ ।
ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ॥ ૨૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ શ્રી ભગવાન કહે : હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.॥ ૨૨॥
શ્રીભગવાનુવાચ ।
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ।
ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ॥ ૨૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે, પોતે કંઈ જ કરતો નથી.॥ ૨૩॥
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥ ૨૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે, પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે. ॥ ૨૪॥
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ ।
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ॥ ૨૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને
જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.॥ ૨૫॥
માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ।
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ॥ ૨૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.॥ ૨૬॥
બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ ।
શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ ॥ ૨૭॥
ગુજરાતી ભાંષાન્તરઃ કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.॥ ૨૭॥
અધ્યાય ૧૪ – ગુણયત્ર-વિભાગ-યોગ – સમાપ્ત