ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
સિક્કિમમાં ગુરુડોંગમાર તળાવ ચમકતા અને બર્ફીલા પાણી સાથે આકર્ષક નજારાઓ માટે પ્રખ્યાત છે તિસ્તા નદી જ્યાંથી ઉદભવે છે તે ગુરુડોંગમર તળાવ ખૂબ ઊંચાઈ પર આવેલુ તળાવ છે. તે કાંચનગ્યાઓ પર્વતની રેન્જમાં આવેલું છે. વાયકા મુજબ આ વિસ્તાર એક સમયે સૂકોભઠ હતો અને આ તળાવ આખું વર્ષ થીજેલુ રહેતુ હતુ. તમે આ તળાવની આજે મુલાકાત લો તો શિયાળામાં પણ તળાવનો એક નાનો હિસ્સો થીજ્યા વિનાનો રહે છે. આ એક મિસ્ટ્રી છે. લોકવાયકા મુજબ એક સમયે બૌદ્ધ ગુરુ પદ્મસંભવના ચરણનો સ્પર્શ આ તળાવને થયો હતો અને લોકોનું જીવન આસાન બનાવવા તેમણે આશીર્વાદ આપ્યા હતા કે તળાવ ક્યારેય નહિ થીજે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તળાવમાં એક હિસ્સો એવો છે જે ગમે તેવા શિયાળામાં થીજતો નથી.
તિબેટીયન બૌદ્ધ ધર્મના સ્થાપક – ગુરુ રિનપોચેના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, આ પ્રાચીન તળાવને બૌદ્ધો, શીખો અને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.
ગુરુડોંગમાર તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી જૂન સુધી.