ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને તેઓએ લખેલો ઐતિહાસિક પત્ર તેઓના વાળ અને દાંત પણ ત્યાં સાચવીને મુકાયા છે. અહીં દરેક વસ્તુનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ કરાયું છે. અહીં રાખવામાં આવેલી દરેક વસ્તુ બગડે નહીં તે રીતે સચવાઈ છે. અહીં સંદર્ભ પ્રસંગોનાં ત્રિપારિમાણિક દૃશ્યો રચાયાં છે. આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણની સ્મૃતિ કરાવતું મ્યુઝિયમ છે. ગુજરાતી તીર્થ પ્રવાસની યાત્રામાં અક્ષરધામની યાત્રા વિના ગુજરાતની મુલાકાત અધૂરી કહી શકાય. એવું બેનમૂન સ્મારક રાજયના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લાં ૧૮ વર્ષથી દેશ-વિદેશનાં યાત્રાળુઓને આકર્ષી રહ્યું છે. ધર્મ અને વિજ્ઞાનની ટેક્નોલોજીનો અદ્ભુત સમન્વય જોવો હોય તેણે એક વકત અચુક અક્ષરધામની મુલાકાત લેવી જ જોઈએ. અહીં ભારતનો સૌપ્રથમ ઓડિયો એનોમેટ્રોનિક્સ શો, આઈ મેક્સ ફિલ્મ, મિસ્ટિક ઈન્ડિયા, વિશ્વનો સૌપ્રથમ આધ્યાત્મિક વોટર શો – સત્ ચિત – આનંદ અત્યંત જોવાલાયક છે. તા.૨૪મી સપ્ટેમ્બર ૨૦૦૨માં અક્ષરધામમાં કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા. આ ધામમાં આવો ખોફનાક જુમલો થવા છતાં અહીં દર્શાનાર્થીની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. ટૂંકમા કહીએ તો અક્ષરધામ ગાંધીગર એ શિલ્પ, સ્થાપત્ય, દિવ્યતા ચમત્કાર વગેરેનો અદ્ભુત સમન્વય જ છે. સમન્વયજ છે. બીજું કાંઈ નથી. ૭ વર્ષ સુધી ખુલ્લા પગે સમગ્ર ભારતની ૧૨૦૦૦ કિ.મી.ની યાત્રા (પદયાત્રા) કરનાર બાળયોગી નીલકંઠ (ભગવાન સ્વામીનારાયણ)ની સત્યકથા સાથે વણાયેલી અને ભારતીય સંસ્કૃતિની વિશ્વના અનેક દેશમાં ધૂમ મચાવેલી આઈમેક્સ ફિલ્મ એટલે ‘મિસ્ટિક ઈન્ડિયા’ જેમાં ૧૦૮ સ્થળનું ફિલ્માંકન થયું છે. તેમાં ૪૫૦૦ પાત્રોનો સમાવેશ થયો છે. આ ફિલ્મમાં ભારતનાં તીર્થ ઉત્સવ પરંપરા પ્રયોગમાં મુકાયેલા ઓડિયો – એનિમેટ્રોનિક્સ રોબોટિક્સ શો ‘સંત પરમ હિતકારી’ અક્ષરધામની – અનુભૂતિના સમગ્ર વિચારોનો જીવનનાં શાશ્વત રહસ્યો આધ્યાત્મિક વાતમાં રજૂ થયા છે. તેથી જ કહેવાયું કે અક્ષરધામની અનુભૂતિનો ઉપસંહાર એટલે એનિમેટ્રોનિક્સ શો કેટલુંક વિશેષ ભગવાન સ્વામીનારાયણે ગુજરાતમાં ૩૦ વર્ષ સુધી ગામડે ગામડે ફરી ગુજરાતના સંસ્કાર ઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. અક્ષરધામ તેમનાં અજોડ વ્યક્તિત્વ અને જીવનકાર્યને ભાવાંજલિનો આપે જ છે સાથે સાથે ગુજરાત પણ તેમના આવાં દિવ્યકાર્યોને સલામી આપે છે. અક્ષરધામ એટલે સત્યમ્, શિવમ્, સુંદરમનો સુભગ સંયોગ. આ માત્ર કલાત્મક સ્થાપત્ય મંદિર નથી. પણ જીવન ઘડતરની પ્રેરણા આપતું અદ્ભુત દર્શન સંસ્થાન છે. જેમાં સહજાનંદ ખંડો અને નિત્યાનંદ ખંડો ભગવાન સ્વામીનારાયણ અને ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત સંદેશ છે. વળી અહીં સત-ચિત-આનંદ સમો વિશ્વનો સૌ પ્રથમ આધ્યાત્મિક વોટર શો છે. અક્ષરધામ ૧,૬૦,૦૦૦ ઘનફુટ ગુલાબી પથ્થરમાંથી બનાવાયું છે. જે ૨૦મી સદીના ગુજરાતનું સૌથી મોટું અદ્વિતીય સ્થાપત્ય છે. ૮૦,૦૦,૦૦૦ માનવ કલાકોએ પાંચ વર્ષ સુધી બનાવ્યું છે અદ્ભુત અક્ષરધામ, તેમાં ૪ માળ, ૧૦૮ ફુટની ઉંચાઈ, ૯૭ બારીક નકખશીના સ્તંભો ૨૨૦ પથ્થરનાં બિમ, ૧૭ ધુમ્મટ.ઘુમ્મટી તથા ૮ સુશોભિત ગવાક્ષ છે. આ મંદિરમાં પ્રવેશતાં જ ૩૩ ફૂટના ૪ કલાત્મક સ્તંભ પર છત ગોઠવવામાં આવી છે. આવા સ્તંભ ક્યાંય જોવા મળતા નથી. આ મંદિરમાં મુકાયેલી ૭ ફુટ ઊંચી ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ ગુજરાતમાં ઊંચામાં ઊંચી છે. આ મંદિરની મુલાકાત બિલ ક્લિન્ટન, ઈગ્લેન્ડનાં રાજા પ્રિન્સ ફિલિપ, નોબેલ વિજેતા લેચ વાલેસા તથા દલાઈ લામા પણ લઈ ચુક્યા છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors