ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો તેમ જ મહત્વનું શહેર છે. ગાંધીધામ આ તાલુકાનું તાલુકા મથક છે. ભારતના પ્રમુખ બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલ હોવાથી ગાંધીધામ ચોવીસ કલાક ધમધમતું રહે છે. ગાંધીધામ દેશના અન્ય ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ બ્રોડગેજ રેલ્વેમાર્ગ વડે જોડાયેલ છે.