\”ધર્મની અપુરતી સમજ સિવાય ધર્મને વિશેષ કશાનો ભય નથી\”
સતરમી સદીમાં લખાયેલુ આ વાકય આજે પણ સાચુ લાગે છે કે જેને ધર્મની પુરી સમજ નથી ધર્મવિશે જેને ગેરસમજ છે તેવા લોકો ખરેખર ધર્મના પોષાકને જ જાણે છેધર્મને નહિ મનુષ્યનો એકજ ધર્મ હોય એ અને તે છે માણસાઈ. અમેરિકાના એક કવિ વોલ્ટ વ્હિટમને એક કાવ્યમાં એવુ લખ્યું છે કે મને મનુષ્યો કરતા પશુઓ ગમે છે કારણ કે મનુષ્યો હંમેશા ધર્મ વિશેનીજ વાતો કરતા હોય છે જયારે પશુઓ ધર્મની વાતો કરતા નથી. આપણે તો અધર્મની કક્ષાએ ધર્મની વાતો કરીએ છીએજેમકે ધર્મને લઈને વાદવિવાદ,હુલ્લડો,દંગાફસાદ વગેરે જેવા કાર્યો ઝનુન પુર્વક કરીએ છીએ.સાચો ધર્મ મનુયને સ્વચ્છ બનાવે છે સમતોલ બનાવે છે.સન્માન પુર્વક રહેવાનો તેમજ મનુયને મનુય તરીકેનો સાચો માનવી બનાવે છે પરંતુ જેવો ધર્મની અંદર ઝનુન પ્રગટે એટલે ધર્મ સન્માન પુર્વક ચાલ્યો જાય છે ધર્મ માણસને નમ્ર બનાવે છેજેવું ધર્મનું અભિમાન આવ્યુ કે ધર્મ નમ્રતાથી આધો ધસી જાય છે કોઈ મંદિર બાંધે,કોઈ મસ્જિદ બાધે,કોઈ દેવળ બાધે,કોઈ ગુરુદ્રારા બાધે,પરંતુ આ બધા વચ્ચે મનુષ્ય ભાગતો હોય તો આમા બાંધકામની કોઈ જરુર ખરી? જયારે મનુષ્ય ધાર્મિક સ્થળોને અધાર્મિકતાનો અડ્ડો બનાવી બેશે તો પછી પુજા,પ્રાર્થના,બંદગીનો શો અર્થ? મંદિર,મસ્જિદ,ગુરુદ્રારા તો ધર્મના પોષાક છે. જેવી રીતે મનુયનો પોષાક અલગ અલગ હોય છે તેમ પોષાકના નામ જ બદલે છે પરંતુ મનુયતો તેનો તેજ રહેવાનો,શંકરને જેમ આપણે રામનાથ,સોમનાથકે ભુતનાથ વગેરે શબ્દોથી ઓળખીયે છીએ પરંતુ શંકર તો એજ છે,આમ નામ બદલવાથી ઇશ્વર કે અલ્લાહ બદલાતા નથી તેમ ધર્મના નામે મંદિર,મસ્જિદ,દેવળ્કે ગુરુદ્રારા જેવા શબ્દો વાપરીએ છીએ તેતો ધર્મનો પોષાક છે ધર્મતો એક જ છે પરંતુ આપણેને એવો કયારેય વિચાર આવે છે કે જયાં જયાં ધર્મોના સ્થળો છે ત્યા એક ધ્યાનખંડ હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ બેસીને પ્રાર્થના કે નમાજ કરી શકે? પરંતુ મનુષ્ય આજે ખરેખર ધર્મને માન આપતો નથી પરંતુ ધર્મના પોઆકને વધુ મહત્વ ગણે છેજેને ધર્મની સાથે જ લેણુ છે તેવા લોકો જંજટમાં કયારેય પડતા નથી.પરંતુ તે કેવળ મૌનથી કોઇ મુર્તિ કે અબિને નહિ પરંતુ અંતર આત્માથી ધર્મને અનુસરે છે.