અનંતરાય મણિશંકર રાવળ:એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર

નામઃ અનંતરાય મણિશંકર રાવળ
ઉપનામઃ(શૌનક)

જન્મ:૧-૧-૧૯૧૨,મોસાળમાં અમરેલી

લગ્ન:

કુટુમ્બઃ

માતા –  પિતા – ઘેલાભાઇ
પત્ની –  સંતાનો –

અભ્યાસ:અનુસ્નાતક (એમ. એ.)

વિશેષઃએક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સ્વભાવે સૌમ્ય અને મિતભાષી હતા.વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ.
તે એક સ્વસ્થ અને સમતોલ વિચારક હતા.

વિવેચક, સંપાદકઃ
‘સાહિત્યવ\’૧૯૪૬માં,
‘ગંધાક્ષત’ (૧૯૪૯)
‘સાહિત્યવિવેક’ (૧૯૫૮)
‘સાહીત્યનિકષ’ (૧૯૫૮)
‘સમીક્ષા’ (૧૯૬૨)
‘સમાલોચના’ (૧૯૬૬)
‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)
‘તારતમ્ય’ (૧૯૭૧)
‘ઉન્મીલન’ (૧૯૭૪)
‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)
‘કવિવર્ય ન્હાનાલાલ’ (૧૯૮૫)
‘ઉપચય’ (૧૯૭૧)
‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ (૧૯૫૪)
‘બોટાદકરની કાવ્યસરિતા’ (૧૯૫૬),
‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯),
નળાખ્યાન’ (૧૯૬૦),
‘ગુજરાતનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦)
‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦),
‘મદનમોહના’ (૧૯૬૬),
કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪),

સન્માનઃસાહિત્ય અકાદમી એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ

અવસાન :અઢારમી નવેમ્બર ૧૯૮૮

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors