ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ […]
ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]
મનને સન્માર્ગે વાળાવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.
આયુવેદમાં જમતી વખતે પાણી પીવું આયુવેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક લોક છે: भुःयादौ जलं पीतं काँयमंदान दोषकृत | मये अग्निदिपनं श्रेष्ट अंते स्थोल्यकफप्र्दम् || જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર દુબળુ પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડુ) પાણી પીવાય તે અગ્નિ પ્રદિપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડુ થ કફ વધે છે. (માટ ભોજનમધ્યે પાણી પીવું જોઈએ.)
નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.
સાચુ જ્ઞાન કયું?. * જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. * પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. * જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. * પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. * માયાના બંધનમાથી મુકત કરનાર. * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર. * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર. * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું અભિમાન હોતું નથી. * સર્વત્ર બ્રહ્મદર્શન.
મિક્સ વેજ.પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૧ કપ ઘઉં નો લોટ ૧ કપ મેંદો ૨ ટી.સ્પૂન સોયાબીન નો લોટ ૨ ટેબ.સ્પૂન છીણેલી ડુંગળી ૨ ટેબ.સ્પૂન છીણેલી કોબીજ ૨ ટેબ.સ્પૂન છીણેલું ગાજર ૧ ટી.સ્પૂન કસૂરી મેથી ૨ થી ૩ લીલા મરચા ક્રશ કરેલા ૧ નાનો ટુકડો આદુ ક્રશ કરેલું સ્વાદ પ્રમાણે મીઠું ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ૨ ટેબ.સ્પૂન મોળું દહીં શેલો ફ્રાય કરવા માટે તેલ બટર ઉપર થી મુકવા માટે સર્વ કરવા માટે: વલોવી ને મીઠું મરચું છાંટેલું દહીં લીલી ચટણી મિક્સ વેજ.પરાઠા બનાવવા માટેની સામગ્રી: […]
દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયું એ દરમિયાન સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી, પણ ઈતિહાસ એવું કહે છે કે રાજકોટના જસદણથી થોડે દૂર આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ છે. આજુબાજુ કોઈ ગામ નથી. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ જેટલી જ શ્રદ્ધા આ ઘેલા સોમનાથ મહાદેવની છે. વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર સુલતાન જાફર મહંમદનો ડોળો હતો. ઘેલા વાણિયાએ શિવલિંગની રક્ષા કાજે જાનની આહુતિ આપી હતી. તેથી આ શિવલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું.