શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ […]