ભારતીય સ્વાતંત્ર્યસેનાની ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હં તે મેળવીને જ જંપીશ’ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બિ્રટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર ટીળક નું નામ હિંદી સ્વાતંત્ર્યવીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે. તેમનો જન્મ ઇ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઇએ રત્નાગિરિમાં થયો હતો.બાળપણથી જ તે તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી.એ., એલએલ.બી થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઇ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર, આગરકર […]