સ્વતંત્ર ભારતની પોસ્ટલ હિસ્ટ્રી અને કોઈનેજ એ બંને વિશે વિચારતા એમ કહી શકાય કે આપણા દેશની પોસ્ટેજ સ્ટેમ્પસના ઈતિહાસમાં વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં ખાસ સ્મારક ટપાલ ટિકિટો રજૂ કરવાની પ્રથા આઝાદી પછી ટૂંક સમયમાં એટલે કે ૧૯૪૮ની શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, પરંતુ ચલણી સિક્કાઓની બાબતે આવું બન્યું નહતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ દોઢ દશક વીત્યે ૧૯૬૪માં આપણા દેશના સૌ પ્રથમ સ્મારક સિક્કા ચલણમાં આવ્યા હતા. આઝાદીની વર્ષગાંઠના અવસરે પ્રકાશિત દેશની સૌ પ્રથમ સ્મારક ટિકિટો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રૂપે જારી કરવામાં આવી હતી, જયારે સૌ […]