કચ્છ-માંડવીથી ૧૫ કિ.મી. બિદડા ગામે હાઈવે ઉપર યક્ષરાજ બટુકભૈરવ દેવનું શિખરબંધ મંદિર છે. તે માનવમંદિર નામથી પ્રચલિત છે. મુનિ દિનેશચંદ્રજી મ.સા.ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી સં.૨૦૬૨ મહા સુદ છઠ્ઠ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૦૦૫ના માનવ મંદિરની ધન્ય ધરા પર વિધિવિધાપૂર્વક પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી છે. દીન-દુખિયાના સુખકર્તા દુઃખકર્તા, ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમાં યક્ષરાજ બટુકભૈરવનું નામ પ્રથમ છે. બટુકભૈરવની માનતા કરવાથી કામ સિદ્ધ થાય છે. ભાવિકભકતો મનમાં સંકલ્પ કરે છે, દર મહિનાની સુદ છઠ્ઠની યાત્રા માને છે. મુંબઈ સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માનવમંદિર આવી સોના-ચાંદીનાં આભૂષમો છત્ર ચડાવી તથા સુખઢી ધરાવી બાધા માનતા […]