ગુજરાતી સાહિત્યના કવિ અને સમાજસુધારક બહેરામજી ધનજીભાઈ મલબારીનો જન્મ ઈ.સ. ૧૮૧૩માં વડોદરા મુકામે થયો હતો. મેટિ્રક સુધી અભ્યાસ કરી શોખ ખાતર શેક્સપિયર,મિલ્ટન વડ્ઝવર્થ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ધીમે ધીમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો રચવા લાગ્યા. ત્યાર પછી તો એમની પાસેથી ‘વિલ્સન વિરહ’, ‘સાંસારિકા’ આદમી અને તેની દુનિયા અને નીતિ વિનોદ જેવા ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. એમણે ઈન્ડિયન ન્યૂઝ ઈન ઈગ્લિશ ગાર્બથી અભિભૂત થઈ મેક્સમૂલર અને મહારાણી વિક્ટોરિયાએ એમની પ્રશંસા કરી હતી. બાળલગ્નો બંધ કરાવવા ભારતીય નારીની સ્થિતિ સુધારવી અને વિધવાના વિવાહની હિમાયત કરીને એમણે જે નામના મેળવી તે […]