માધવપુર સૌરાષ્ટ્રનું દરિયાકિનારે આવેલું મહત્ત્વનું યાત્રાનું કૃષ્ણધામ છે. આ યાત્રાધામ પોરબંદરથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળે મલુમતી નદી સમુદ્રને મળે છે. અહીં બ્રહ્મકુંડ છે અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે.એવું કહેવાય છે કે આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણે રુકિમણીની સાથે લગ્ન કરેલાં. અહીં માધવરાય અને રુકમિણીજી બંનેનાં મંદિરો છે. અહીં દર વર્ષે ચૈત્ર સુદી ૯ થી ૧૩ સુધી ભવ્ય મેળો યોજાય છે. હજારો ભાવિકો આ મેળા દરમ્યાન ભેગા થાય છે. જેમ જૂનાગઢનો ભવનાથનો મેળો તે તરણેતરનો મેળો લોકપ્રિય છે. તેવી જ રીતે માધવપુરનો મેળો પણ લોકપ્રિય છે. મેળા દરમ્યાન આ […]