કાઠિયાવાડનું એક નાનું વવાણિયા ગામ. વવાણિયા મોરબી પાસે આવેલું નાનું બંદર. આ ગામમાં એક કૃષ્ણભક્ત રહે. એનું નામ પંચાણદાદા. પંચાણદાદનો પુત્ર રવજીભાઈ. અટક મહેતા. એ પણ કૃષ્ણભક્ત. આ રવજીભાઈનાં લગ્ન દેવબાઈ સાથે થયાં. દેવબાઈને જૈન સંસ્કાર મળેલા. ગંગા-જમનાના સંગમ જેમ કૃષ્ણપ્રેમ અને જૈન સંસ્કારથી મિશ્રિત એવું આ પતિપત્નીનું જીવન ઊંચા આદર્શોથી મહેકતું હતું. સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા. આ દિવસને હિન્દુઓ દેવદિવાળીના પર્વ તરીકે ઉજવે. આવા પવિત્ર દિવસે દેવબાઈએ એક બાળકને જન્મ આપ્યો. પૂર્વજન્મનો કોઈ યોગભ્રષ્ટ આત્મા દેવબાઈની કૂખે અને રવજીભાઈના ઘરે જન્મ્યો હોય એવું લાગ્યું. રવજીભાઈ વેપારી હતા. બાળકનું હુલામણું […]