વરસાદ સાથે મકાઇનો અનોખો મેળ છે. વર્ષાઋતુમાં મકાઇ દરેક ગલી અને કોર્નર પર મળે છે. કોઇને અમેરિકન તો કોઇને દેશી મકાઇનો સ્વાદ માણવો ગમે છે. વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઇ પર લીંબુ મીઠાનો સ્વાદ, બંને જાણે એક જ દૃશ્યના બે ભાગ ન હોય, પરંતુ તમે મકાઇમાં રહેલ શકિત અંગે જાણો છો? મકાઇના દાણાનો ઉપરનો ભાગ રેષાનો બનેલ હોય છે. એની નીચેનો ભાગ જેને એલ્યૂરોન પડ કહે છે. તેમાં વીસ ટકા પ્રોટીન રહેલું હોય છે. એમાં વિટામિન બીનું પ્રમાણ પણ જોવા મળે છે. એનો અંદરનો ભાગ જેને અંડોસ્પર્મ કહે છે. તેમાં […]