ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે […]
આખા વિશ્વમાં બદામ સર્વોત્તમ સૂકોમેવો રૂપે પ્રસિદ્ધ છે. બદામ ઘણી રીતે ઉપયોગી છે. બદામની અનેક વાનગીઓ બનાવાય છે. પાક-વસાણાં, પૌષ્ટિક મિઠાઇઓ વગેરેમાં તે ખાસ વપરાય છે. દૂધ, લસ્સી, આઇસક્રીમ, શરબત વગેરેની બનાવટમાં પણ તે ઉપયોગી છે. બદામનું તેલ પણ કાઢવામાં આવે છે. ટૂંકમાં બદામ એક ઉમદા ફળ-મેવો છે. ઔષધ વિજ્ઞાનની ર્દષ્ટિએ જોઈએ તો તે ઔષધીય ગુણોમાં ભંડાર પણ છે. આ વખતે આપણાં આ બુદ્ધિ અને બળવર્ધક સૂકામેવા વિષે કંઈક વિશેષ જાણવાનો ઉપક્રમ છે. ગુણધર્મો :- બદામનાં આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઉંચા વૃક્ષો પશ્ચિમ એશિયાના અફઘાનિસ્તાન-કાબૂલ, તુર્કી તથા યુરોપમાં વધુ […]