શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. પિત્ત-જવર અને અંતદાર્હ ઉપર : ચોખા બે ચમચી અને ધાણા એક ચમચી રાતે ચાર ગણા પાણીમાં પલાળી રાખવા. બીજા […]