સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય […]