જૂનાગઢ અત્યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ચંદ્રગુપ્ત મોર્યનો છે. (ઈ. પૂ. ૩૨૨-૨૯૮) અશોકના ગિરનારના લેખમાં જણાવ્યા મુજબ તેના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. ૧૫૦માં પુનઃ નિર્માણ કર્યું હતું. ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ ૪૦૦ વર્ષ રાજ કર્યું ત્યારે ગુજરાતમાં ગુપ્તવંશનું શાસન હતું. ત્યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્યાર બાદ ૧૪૭૨ સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્હીથી […]