મનુષ્યના દેહના બંધારણમાં કોનો ફાળો મહત્વનો છે ? * માતાપક્ષે માયાનો. * પિતાપક્ષે મોહનિ.
મનુષ્ય સુખ ભોગવ્યા પછી કેમ દુઃખનો અનુભવ કરે છે ? * ઇન્ટ્રિયોના સુખ છેવટે દુઃખમાં પરિણમે છે. * વિષયોમાંથી પ્રાપ્ત થતાં ક્ષણિક સુખોને કાયમી કરવાનો તે સતત પ્રયત્ન કરે છે; પણ તે કદી કાયમી બની શકતો નથી માટે તે દુઃખી થાય છે.
મનુશ્ય પોતાના કાર્યમાં કયારે નિરાશ ન થાય ? * આશા દેખાતી હોય ત્યારે. * વિવેકયુક્ત બુધ્ધિ હોય ત્યારે. * સમજણ સહિતની શ્રધ્ધા હોય તો. * અનુભવજન્ય આત્મવિશ્વાસ હોય તો.
જડપણું એટલે શું ? * પરધીનતા; અવલંબનપણું. * ચેતનાનો ઓછામાં ઓછો આવિષ્કાર.
પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ કઈ છે ? * ત્રણ – શરીરને લક્ષ્યમાં રાખીએ તો તે જડ પદાર્થ છે. – મનને લક્ષ્યમાં રાખીએ તો તે ચેતન પદાર્થ છે. – આત્માંને લક્ષ્યમાં રાખીએ તો તે સ્વયં પૂર્ણ પદાર્થ છે.
જીવનને સફળ બનાવવા શૂં જરુરી છે ? * સદાચાર. * પ્રામાણિકતા. * સરળતા. * યુકત-આહાર- વિહાર. * યુકત પરિગ્રહ.
વ્યવહાર જીવનમાં કયાં પ્રકારના તપ આવશ્યક ગણાય? * શારીરિક તપ -શૌચ,બ્રહ્મચર્ય, અહિંસા * વાડ્મય તપ, -પ્રિય અને હિતકારી વાણી. * વાચિક તપ. – યોગ્ય સમયે મૌન રાખવું. * માનસ તપ. – સૌનું કલ્યાણ ઇચ્છવું. – મનને આનંદમાં રાખવું. -મનની વૃતિઓ પર અકુંશ રાખવો. -વિચાર અને આચાર શુધ્ધ રાખવા.
કામવાસનાથી કોણ હાર અનુભવે છે ? *ભોગવિલાસમાં રસ લેનારા. વાસના કે વિકાર કયાં ટકી શકતા નથી ? * ચામડી ઉતારી દેહદર્શન કરે ત્યાં. * જયાં રામની હાજરી હોય ત્યાં. કામનાનું વિષચક્ર કેમ ચાલ્યા કરે છે ? * ચિત્તમાં અશુધ્ધિ અને ભ્રાતિ છે એટલે.
મનને સંયમિત રાખવાનાં સાધનો કયાં ? * નિયમિત જીવન. * મિતાહાર. * માપસરની ઉંધ. * ખપપુરતું બોલવું. * નિષ્કારણ હરવું ફરવું નહી. * પ્રસન્તા થાય તેવા સ્થાનમાં રહેવું.
સજજન વ્યક્તિમનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા