વિસર્જનમાં પરમાત્માની કઈ શકિતઓ કાર્યરત છે? * ઇચ્છાશક્તિ *ક્રિયાશક્તિ અને * અજ્ઞાનશક્તિ -આ બધી શક્તિઓ પરસ્પર અવલંબિત છે અને તેના મિશ્રણપણાથી સર્જન થાય છેતેમાં પરમાત્માનો સહયોગ અનિવાર્ય છે કોઈ એક શક્તિ કે ચારે ય શક્તિ પરમાત્માની ગેરહાજરીમાં કામ કરી શકતી નથી. -ભગવાન સત્તા અને સ્મૃતિ સાથે ચારે ય શક્તિઓમાં અંશાત્મક રીતે પ્રવેશ કરે છે એટલે તે કાર્યરત બને છે.
સૌથી શ્રેષ્ટ શોધ કઈ ? * પરમ તત્વની. -પરમાત્માની ખરેખર શોધ કરવાની નથી,પણ પરમાત્માના ગુણધર્મ,સત્તા અને સ્મુતિનો નિત્ય-નિરંતર અનુભવ કરવાનો છે.આ અનુભવમાં સકલ અનુભવો સમાવિષ્ટ થઈ જાય છે. * હુ કોણ છુ અથવા પોતાપણૂ નક્કી કરવ માટેની શોધને પણ શ્રેષ્ટ શોધમાં સ્થાન આપી શકાય. જે શોધને બાહ્યજગત સાથે નહિ પણ આંતરસુષ્ટિના અસ્તિત્વ સાથે સંબંધ છે.