મોહ પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ ઢીલી થાય તો. * આત્મ નિર્ભય થવાય તો. * સ્વંતંત્ર થવાય તો.
કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શું ? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઉન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે.
ક્રોધ એટલે શું ? * ગુસ્સો,ઉશ્કેરાટ. * ધાર્યુ ન થવાથી કે ન મળવાથી થતો રોષ. ક્રોધ શુ કરે છે ? * સમજણનો છેદ ઉડાદે છે. * વિચારનો દરવાજો બંધ કરે છે અથવા વિચાર શક્તિનો દિપક બુજાવી દે છે. * જીભને ઉતેજે છે અને આંખો પર પડદો ઢાંકી દે છે. * પોતાને અને અન્યને બાળે છે. * આનંદને નષ્ટ કરે છે અને પોતાની શક્તિઓને ક્ષીણ કરે છે.
જીવનની સફળતાની ચાવી શેમા રહેલી છે ? * નિષ્ઠાપુર્વકના પુરુષાર્થમાં. * કાર્ય પ્રત્યેની અને પોતા પ્રત્યેની અતૂટા શ્રધ્ધામાં. * અદમ્ય હિંમતમાં. * પોતાની તમામ શક્તિ બુધ્ધિપુર્વક કાર્યમા જોતરી દેવામાં. * પરિણામના ચિંતનમાં શક્તિ વેડફવાને બદલે જે કાર્ય હાથ ધર્યુ હોય તેની પ્રક્રિયાને વિશેષપણે સમજવામાં શક્તિ નિયોજવી.
જીવનમાં વિશ્રાતિ કેમ મળતી નથી? * જ્ઞાન,ભક્તિ,યોગ કે કર્મમાર્ગનો નિષ્ટાપૂર્વક આશ્રય નથી લેવાતો એટલે. શાંતીમય જીવન જીવવાના ઉપાય? * હજી કંઇ કરવું છે એવા વેગો શમી જાય. * શુધ્ધ અને સરળ હ્રદય. * પોતાના દોષ ઓળખવા અને તેમને દુર કરવા નિષ્ઠાયુકત પ્રયત્ન કરવો. * સર્વ સ્થિતિમાં ભક્તિમય રહેવુ.
જીવન સાર્થક થયું છે એમ કયારે લાગે? * હેતુ સિધ્ધ થાય ત્યારે. * સ્થિતપ્રજ્ઞતાનો નિરંતર અનુભવ થાય ત્યારે.
જીવન નિરર્થક ગયુ એવો ભાવ કયારે ઊઠે? * હેતુ સિધ્ધ થાય ત્યારે. * અજાયબીભર્યો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતાં મન વિષયોમાં જ ડુબેલું રહે અને અંદરનો મેલ દુર કરવાનો પુરુષાર્થ ન થાય ત્યારે.
જીવનને સરખી રીતે સમજવાની શરુઆત કયારે થાય? * મોહ અને મમતાનાં દઢ બંધન ઢીલા થાય ત્યારે.
જીવનને સુધારવું એટલે શું? * તેને દોષોમાથી મુકતકરી સદગુણોથી શોભાવવું.
જીવનનો કયો નિયમ અફર લાગે છે * કર્મનો,વાવે તેવું લણે અને કરે તેવું પામે એ નિશ્ચિત છે. એટલે કશું કરતા પહેલા ખુબ જ જાગ્રત રહેવું જરુરી છે.