શેની ચિંતા ન કરવી ? * જે ભાગ્યને આધીન હોય તેની.
સૌથી બળવાન કોણ ? * પરમાત્મા. * સમય.
મૂઝવણ કોને કહેવાય? * મનની એવી સ્થિતિ જેમા સારૂં શું અને નરશું શું તે નક્કિ ન કરી શકાય.
મહાત્મા કોને કહેવાય? * જેને પોતાની જાત પર વિજય મેળવ્યો છે તેને.
અપ્સરાઓ શું છે? * મધુર કલ્પનાઓ.
સાચા વિકાસનો સંદેશ કયારે મળે? *બહારના જગત માટે સંતોષ અને આંતર જગત માટે અસંતોષ રાખવો એ સાચા વિકાસની નિશાની છે.
રામ કોણ છે? *પ્રાણીઓના જીવનમાં જે રમી રહ્યા છે તે જીવનદાતા.
કોઈ બાબત સમસ્યારૂપ કયારે બને છે? * એને એ રીતે જોઈએ એ રીતે ના જોઈએ ત્યારે અથવા કહો કે કોઈની કે કોઈની અનાવડત હોય ત્યારે.
કયું ઝેર સૌથી કાતિલ છે? *જગત જેને ઝેર કહે છે તે તો શરીરને એક જ વાર નષ્ટ કરે છે,જયારે વિષયરૂપી ઝેર જન્મોજન્મ મારનારૂ છે.
બહેરો કોણ? *જેમાં પોતાનું હિત હોય તેવી વાણી પણ સાંભળવાની જેની તેયારી ન હોય તે. Jitendra Ravia